GSTV
Gujarat Government Advertisement

સરદાર બાદ હવે ગાંધીજી/ 12મીથી ગુજરાતમાં દાંડી યાત્રા, મોદી સહિત આટલા રાજ્યોના મુખ્યમંત્રી આવશે

મોદી

Last Updated on March 6, 2021 by

સ્વતંત્રતા પર્વના ૭પમા વરસની ઉજવણીનો શુભારંભ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી અમદાવાદના મહેમાન બનશે. એક દિવસના આ પ્રવાસમાં તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. અહીથી તેઓ ૨૧ દિવસીય દાંડી યાત્રાનો આરંભ કરાવશે. ૧૨મી માર્ચે સવારે દાંડી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ૨૧ દિવસ દરમિયાન તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો દાંડી યાત્રામાં જોડાશે. અંગ્રેજ હકુમત સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 12 માર્ચે 1930ના દિવસે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી દાંડીયાત્રા સ્વતંત્રતાની ચળવળમાં મહત્વની પૂરવાર થઈ હતી. ગત વર્ષે 12મી માર્ચના રોજ કોંગ્રેસે દાંડીયાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ યાત્રામાં જોડાવાના હતા પણ કોરોનાકાળમાં આ દાંડીયાત્રા નીકળી ન હતી.

મોદી

મોદી સહિત આ કેન્દ્રીય પ્રધાનો જોડાશે

આ ઉપરાંત રાજનાથ સિંહ , સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે. આ ઉપરાંત સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર થઇ ચૂક્યો છે તેને લઇને પણ પીએમ મોદીની આ મુલાકાત મહત્વની મનાય છે. સાબરમતી આશ્રમનું અંદાજે એક હજાર કરોડના ખર્ચે વિકાસ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં આયોજીત કમ્બાઇન્ડ કમાડર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા પહોંચ્યા છે. આરોગ્ય વનની સામે આવેલા હેલિપેડ પર ઉતરાણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગે ટેન્ટ સીટી 2માં પહોંચ્યા હતા. અહી તેઓ ટોપ કમાન્ડર્સને સંબોધિત કરવાના છે આ વિશેસ સંમેલનમાં આર્મી ચીફ એમ એમ નરવણે, નૌકાસેનાના પ્રમુખ એડમિરલ કરમવીરસિંહ. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવત તેમજ એરફોર્સના વડા આરકેએસ ભદોરિયા પણ ઉપસ્થિત છે.

મોદી

મોદીની દાંડી બ્રિજની મુલાકાત પહેલા ઉડી તંત્રની ઉંઘ

આ પહેલા શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ સંમેલનમાં ભાગ લેવા પહોચ્યા હતા. આજના સંમેલનમાં થિયેટર કમાન્ડના નિર્માણની પ્રગતિ વિશે માહિતી મેળવશે. આ સંમેલન દરમિયાન કોંફરન્સ હોલની બાજુમાં ડિફેન્સના પ્રદર્શનનું પણ પીએમ મોદી નિરીક્ષણ કરશે.

આગામી 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધીઆશ્રમ અને દાંડી બ્રિજની મુલાકાતને લઈને તંત્રની ઉંઘી ઉડી છે. તેમજ દાંડી પુલ નીચેથી વહી રહેલા ગંદા પાણી, ઝાડી-ઝાંખરાને દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલી દાંડી યાત્રાને 91 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વસ્તરે દાંડી યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. તો પીએમ મોદી જ્યાંથી દાંડીયાત્રાની શરૂઆત થઈ હતી. તે ગાંધીઆશ્રમ અને દાંડી પુલની મુલાકાત લેવાના છે ત્યારે તંત્રએ સફાઈ કામગીરીની શરૂઆત કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33