Last Updated on March 27, 2021 by
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે જ્યારે આસામની 47 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી આયોગે આ વખતે મતદાન માટેનો સમય વધારી આપ્યો છે.
The first phase of elections begin in Assam. Urging those eligible to vote in record numbers. I particularly call upon my young friends to vote.
— Narendra Modi (@narendramodi) March 27, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને બંગાળના તમામ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તેવી વિનંતી કરી હતી. સાથે જ યુવાનોને પણ ખાસ આગ્રહ કરીને કહ્યું હતું કે, ‘હું તમામ યુવા મિત્રોને મતદાન કરવા આગ્રહ કરૂ છું.’
आज असम में प्रथम चरण का मतदान है। मैं सभी भाईयों-बहनों और विशेषकर युवाओं से अपील करता हूँ कि प्रदेश में शांति, विकास व समृद्धि को बनाए रखने के लिए भारी संख्या में मतदान करें।
— Amit Shah (@AmitShah) March 27, 2021
लोकतंत्र के इस महापर्व में आपकी भागीदारी ही असम की प्रगति का प्रमुख स्तंभ है इसलिए मतदान अवश्य करें।
નીડર બનીને મતદાન કરોઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ લોકોને નીડર બનીને મતદાનમાં સહભાગી થવા વિનંતી કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ‘હું પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના મતદાતાઓને વિનંતી કરૂ છું કે, બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરવા વધુથી વધુ સંખ્યામાં નીડર બનીને મતદાન કરો. તમારો એક મત સુભાષ ચંદ્ર બોઝ, ગુરૂદેવ ટેગોર અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાપુરૂષોની કલ્પનાના બંગાળની રચનાને સાકાર કરશે.
પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ
પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે.પશ્વિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયુ છે. અહીં પહેલા તબક્કામાં કુલ 30 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. તો આસામમાં 47 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં સાજે 6.30 વાગ્યા સુધી મતદાર મતદાન કરી શકશે.. તો આસામમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કામાં પુરૂલિયા, બાંકુરા, પૂર્વ મેદિનીપુર જિલ્લાની બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31