Last Updated on April 10, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધતી જ જાય છે. પરિસ્થિતી ધીમે ધીમે બગડતી જાય છે. જનતાએ હવે જાતે જ નિર્ણય કરી પોતાની જાતને બચાવી લેવાની જવાબદારી માથે આવી છે. તંત્ર અને સરકાર પ્રયાસો કરતું રહેશે, પણ જ્યાં સુધી જનતા જાગશે નહીં અને સ્વૈચ્છિક રીતે નિયમોનું પાલન કરી, માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરે ત્યાં સુધી પરિસ્થિતી કાબૂમાં આવવાની નથી.
ત્યારે હવે અમદાવાદમાં સોલિડ વેસ્ટ ખાતા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આમ પણ પાનના ગલ્લા અને ચાની લારીઓ તથા રેકડીઓ પર ટોળે ટોળે વળી ગપ્પા મારતા લોકોએ સુધરી જવાની જરૂર છે. લોકો પોતાની રીતે સાવધાની કેળવી આ મહામારીનો સમય છે, ત્યાં સુધી સાચવી લેવાની જરૂર છે.
અમદાવાદમાં આજે સોલિડ વેસ્ટ ખાતાએ કાર્યવાહી કરતા પાનના ગલ્લા બંધ કરાવ્યા છે. આ એવી જગ્યા છે, જ્યાં લોકોની મોટી ભીડ એકઠી થતી હતી, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યુ છે અને ગલ્લાઓ બંધ કરાવ્યા છે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી માટે 200થી વધુ ટીમ કામે લગાડી દીધી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31