Last Updated on March 3, 2021 by
અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસે આરોપી પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, આ કેસમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે આરોપી આરીફ આઈશાને શા માટે ત્રાસ આપતો હતો તેનો ખુલાસો થયો છે.
આઈશા આપઘાત કેસમાં રિવરફ્રન્ટ પોલીસે પતિ આરીફના રિમાન્ડ મેળવતાની સાથે ચોકવારનારી વિગતો સામે આવી છે. આરીફ આઈશાના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતો હતો. આ કેસમાં આઈશાના મામાના દિકરા આસિફનું નામ પણ સામે આવ્યુ છે. તો આઈશાના પિતાના વકીલે જણાવ્યુ હતુ કે, આઈશા અને આરીફ વચ્ચે છેલ્લે 70થી 72 મિનિટ સુધી વાતચીત કરી હતી. અને છેલ્લી દસ મિનિટ દરમ્યાન આઈશાના ગર્ભમાં રહેલું બાળક આરીફનું નહીં પરંતુ આસિફનું હોવાનું કહે છે. આ વાતને લઈને આરીફ અને તેના પરિવાર આઈશાને હેરાન કરતો હતો.
હજી તો આઇશાની કબર પરથી ફૂલ હટ્યા નથી ત્યાં તેની મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટોકનો આંચકો આવતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. આઈશાના પિતાની માગ છે કે, આઈશા આપઘાતના કેસમાં માત્ર આરીફ જ નહીં પણ તેના પરિવારના સભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.
સૂત્રોનું માનીએ તો આરીફ આઈશાના આપઘાત બાદ પોતાનો ફોન ફેંકી દીધો હોવાનું રટણ કરી રહ્યો છે. સતત ફોન અને મેસેજ આવતા આરીફ પાલીમાં પોતાની બહેનના ઘરેથી કાર લઈને નિકળી ગયો હતો. ત્યારે હવે આરીફના ત્રણ દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસ સામે સત્ય હકીકત સામે આવી શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31