GSTV
Gujarat Government Advertisement

ઉધ્ધવ ઠાકરેને ટોકવા બદલ મોદીનો પિત્તો ગયો : અમિત શાહને ખખડાવ્યા કે આ કોઈ ટીવી ડિબેટ નથી, જાણી લો શું છે મામલો

Last Updated on March 20, 2021 by

નરેન્દ્ર મોદીએ બુધવારે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયેલી ગરમાગરમી ચર્ચાનો મુદ્દો બની છે. નરેન્દ્ર મોદીએ દખલગીરી કરીને બંનેને શાંત પાડવા પડયા હતા. ઉદ્ધવે બેઠક પતી ગયા પછી મોદી સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ઉદ્ધવ મુદ્દે મોદીએ શાહને ખખડાવ્યા

મોદીએ ઉદ્ધવના મુદ્દાને સ્વીકારીને શાહને ખખડાવ્યા હોવાનો ભાજપના સૂત્રોનો દાવો છે. ઉચ્ચ કક્ષાની બેઠકમાં ટીવી ડીબેટની જેમ સામસામી આક્ષેપબાજી કરાય એ શોભાસ્પદ નહીં હોવાનું અને કોઈ મુખ્યમંત્રી વારા પ્રમાણે બોલતા હોય ત્યારે વચ્ચે ટોકવા શોભાસ્પદ નથી એ પણ મોદીએ સ્પષ્ટ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં સંતોષકારક રિપોર્ટ આપ્યો છતાં…

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મહારાષ્ટ્રમાં રસીકરણની કામગીરી સંતોષકારક હોવાનો રીપોર્ટ આપ્યો હતો. આ સંજોગોમાં મહારાષ્ટ્ર સામે આંગળી ચીંધવાથી રાજકીય કિન્નાખોરી લાગે તેથી પણ મોદી આકરા થયા હતા.

ઉદ્ધવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોનો આંકડો આપ્યો તેની સામે શાહે વાંધો ઉઠાવતાં બંને વચ્ચે ટપાટપી થઈ ગઈ હતી. ઉદ્ધવ બોલતા હતા છતાં અમિત શાહે બોલવાનું ચાલુ રાખતાં અરાકજતા થઈ ગઈ હતી. મોદીએ વચ્ચે પડીને શાહને ચૂપ કરાવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી