GSTV
Gujarat Government Advertisement

સરકાર ખોટી/ મોદી સરકારનું 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું સપનું ક્યારે થશે પૂરું, બેંક ઓફ અમેરિકાએ આપ્યો આ જવાબ

Last Updated on March 23, 2021 by

બેંક ઓફ અમેરિકા (BofA) સિક્યોરિટીઝ કહે છે કે ભારત 2031 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈશ્વિક નાણાકીય સંસ્થાએ કહ્યું કે, કોવિડ -19 રોગચાળાને કારણે સર્જાયેલી કટોકટીને કારણે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરવામાં 3 વર્ષનો વિલંબ થઇ શકે છે અને તે લક્ષ્ય ફક્ત 2031-32 સુધીમાં પ્રાપ્ત કરી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

કોરોના સંકટને કારણે દેશનું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) પાછલા વર્ષની તુલનામાં પહેલાથી જ 15.7 ટકાનો ઘટાડો થયો છે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ (BofA) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, “રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને જોતા હવે અમે અનુમાન લગાવીએ છીએ કે 2031-32 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.” જો ભારતનો વિકાસ દર 9% રહે છે, તો 2031 સુધીમાં (યુએસ ડોલરમાં) તે જાપાનની માર્કેટનાં મુલ્ય પર અંદાજિત જીડીપીની બરાબરી કરી લેશે અને જો વૃદ્ધિ 10% રહે છે, તો 2030 માં ભારત આ સ્થાન પ્રાપ્ત કરશે.

જોકે, રિપોર્ટમાં ન તો સ્થાનિક અર્થતંત્ર અને ન જાપાનની અર્થવ્યવસ્થાના કદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરેખર તો 2019-20 માં, ભારતનું અર્થતંત્ર 2650 અબજ ડોલર હતું, જ્યારે જાપાનનું અર્થતંત્ર 2020 માં 4870 અબજ ડોલરની હતી. રિપોર્ટ અનુસાર આ મૂલ્યાંકન વાસ્તવિક આધાર પર 6 ટકા વૃદ્ધિ, 5 ટકા ફુગાવો અને રૂપિયાના વિનિમય દરમાં 2 ટકા ઘટાડાની માન્યતાને આધારીત છે.

રિપોર્ટ અનુસાર સતત ગ્રોથનાં માર્ગમાં એક માત્ર જોખમ તેલની કિંમત છે, ખાસ કરીને જ્યાં સુધી તે 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી જાય છે, તેમાં કહેવામાં આવ્યું છે, વાસ્તવમાં અમારૂ વાસ્તવિક વૃધ્ધી દર 6 ટકાનું અનુમાન 2014થી થઇ રહેલી સરેરાસ 6.5 ટકા ગ્રોથ અને 7 ટકાની સંભાવનાનાં અમારા અનુમાનથી નીચે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33