GSTV
Gujarat Government Advertisement

સિનિયર સિટિઝનના હિતમાં વધુ એક પગલું લેવા જઇ રહી છે મોદી સરકાર, 30 હજાર વૃદ્ધોને મળશે આ લાભ

વૃદ્ધો

Last Updated on March 18, 2021 by

મોદી સરકાર હવે વૃદ્ધોને પણ આત્મનિર્ભર બનાવશે. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી (રામદાસ આઠવલે) એ કહ્યું છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે મોદી સરકાર મોટો નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાજ્યસભામાં આ માહિતી આપી છે.

વૃદ્ધો

હવે વૃદ્ધો આત્મનિર્ભર બનશે

વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના દિવસો મોદી સરકાર કેવી સુધારશે તે હજી જાણવા મળ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે જેલમાં રહેતા કેદીઓ કામ કરીને પૈસા કમાવે છે, તેવી જ યોજના મોદી સરકાર અનાથ વૃ્દ્ધો માટે લાવશે. આ યોજના અંતર્ગત, વૃદ્ધ લોકો પેકિંગ, કટીંગ, ડિઝાઇનિંગ જેવા કોઈપણ કામ કરી શકશે અને બદલામાં તેમને એટલા પૈસા મળશે કે તેઓ આરામથી જીવન પસાર કરી શકશે.

વૃદ્ધો

30 હજારથી વધુ વૃદ્ધ લોકોને લાભ મળશે

સરકારી આંકડા મુજબ, દેશભરમાં 600 થી વધુ વૃદ્ધાશ્રમો છે, જેમાં 30,000 થી વધુ વૃદ્ધ લોકો તેમના જીવનના છેલ્લા તબક્કાને પસાર કરી રહ્યા છે. જોકે ઓલ્ડ એજ હોમ જીવન નિર્વાહ માટેની સુવિધાઓ પૂરી પાડે છે, પરંતુ એક રીતે, વૃદ્ધોને અન્ય લોકો પર આધારિત રહેવુ પડશે. આ વડીલોના આત્મગૌરવ માટે મોદી સરકાર મોટો નિર્ણય લેશે.

વૃદ્ધો

સરકારની યોજના શું છે

નાણાકીય વર્ષ 2021-22માં 2000 ગ્રામ પંચાયતો અને 200 નગરપાલિકાઓને વૃદ્ધો માટે પોષણ સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને 55 હજાર વૃદ્ધ લોકોને સહાય આપવામાં આવશે. આ માટે 39.6 કરોડ રૂપિયાનું ભંડોળ નક્કી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે 2022-23માં 5000 ગ્રામ પંચાયતો અને 500 નગરપાલિકાઓને આ યોજના હેઠળ લાવવામાં આવશે. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ નીરજ ડાંગીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું હતું કે સરકારે કેટલા વૃદ્ધ લોકોને પોષણની જરૂર છે તે શોધવા માટે આવો કોઈ સર્વે હાથ ધર્યો નથી પરંતુ 2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના વડીલો સંખ્યા 10 કરોડથી વધુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ