Last Updated on March 5, 2021 by
અભિનેતા મિથુન ચક્રવર્તી 7 માર્ચે બીજેપીમાં સામેલ થશે. પીએમ મોદીની બ્રિગેડ મેદાનની રેલીમાં મિથુન ચક્રવર્તી ઉપસ્થિત રહેશે. જણાવી દઇએ કે 16 ફેબ્રુઆરીએ મિથુન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત થઇ હતી. તે બાદથી ચક્રવર્તીના બીજેપીમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.જણાવી દઇએ કે મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યસભા મોકલ્યા હતાં અને તેઓ એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી સદનમાં રહ્યાં.
મિથુન ચક્રવર્તી અને મોહન ભાગવત વચ્ચે થઇ હતી મુલાકાત
પશ્વિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવતે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે આ મુલાકાત મુંબઇમાં થઇ હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત મિથુન ચક્રવર્તીના મુંબઇ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યાં બંને વચ્ચે આ મુલાકાત સવારે થઇ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે મિથુને નાગપુર જઇને જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી, ત્યારે તેણે મુંબઇમાં પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતુ. હવે જ્યારે બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે બીજેપી ચહેરાની તલાશમાં છે તો તેવામાં આરએસએસ પ્રમુખની મિથુન સાથે મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
બે વર્ષ સુધી સાંસદ રહ્યાં બાદ મિથુને પદથી રાજીનામુ આપ્યું
જણાવી દઇએ કે બંગાળની ધરતી પર જન્મ લેનાર મિથુન દાની પ્રોફાઇલમાં ડિસ્કો ડાન્સરથી લઇને સામાજિક કાર્યકર્તા અને રાજનેતા સુધીનો અનુભવ સામેલ છે. તે રાજ્યસભા સાંસદ પણ રહી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે તૃણમૂલ કોંગ્રેસે જ તેમને રાજ્યસભા મોકલ્યા હતાં, જેના માટે ઘણાં વરિષ્ઠ નેતા હવે બીજેપીમાં સામેલ થઇ ચુક્યા છે અને થઇ રહ્યાં છે. બે વર્ષ સુધી સાંસદ રહ્યાં બાદ મિથુને પણ પદથી રાજીનામુ આપ્યું હતું.
બીજેપી પોતાના લક્ષ્યને હાંસેલ કરવા માટે લોકલ ચહેરાની તલાશ કરી રહી છે
હવે જ્યારે બંગાળમાં ચૂંટણીનો માહોલ છે અને બીજેપી પોતાના લક્ષ્યને હાંસેલ કરવા માટે લોકલ ચહેરાની તલાશ કરી રહી છે તો તેવામાં મિથુનથી આરએસએસ પ્રમુખની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી હતી. અત્યાર સુધી બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પણ લઇને રાજકીય અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો છે ત્યારથી ગાંગુલીના નામને રાજકારણને જોડીને નથી જોવામાં આવી રહ્યું.
બીજી તરફ બીજેપી સતત આ દાવા કરી રહી છે કે બંગાળની ચૂંટણીમાં તે બંગાળનો ચહેરો જ સામે રાખશે. મમતા બેનર્જીના શાસનને ઉખાડી ફેંકવાનો દાવો કરવા કેન્દ્રીય ગૃહમંત્રી પણ કહી ચુક્યા છે કે બીજેપી બંગાળની માટીના નેતાને જ કમાન સોંપશે. આ જ કારણ છે કે બંગાળના રાજકારણમાં હાંસિયે રહેતુ બીજેપી આ ચૂંટણીમાં જ્યારે પૂરી તાકાત સાથે ઉતરી રહી છે તો તેને એક ચહેરાની તલાશ છે જે હજુ સુધી પૂરી નથી થઇ શકી. જો કે મોહન ભાગવત અને મિથુનની મુલાકાત બાદથી અનેક અટકળો તેજ બની હતી.
બંગાળમાં આઠ ચરણોમાં થશે મતદાન
જણાવી દઇએ કે બંગાળમાં 294 સીટો માટે આઠ ચરણોમાં વોટિંગ થશે. 27 માર્ચે પ્રથમ ચરણ માટે મતદાન થશે. પ્રથમ ચરણમાં 38 સીટો પર વોટિંગ થશે. બીજા ચરણનું મતદાન 1 એપ્રિલે થશે, તે અંતર્ગત 30 સીટો પર લોકો મતદાન થશે. ત્રીજા ચરણના મતદાન માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં 31 સીટો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
10 એપ્રિલના ચોથા ચરણમાં 44 સીટો પર વોટિંગ થશે. પાંચમા ચરણની ચૂંટણી 17 એપ્રિલે થશે, જ્યાં 45 સીટો પર વોટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 22 એપ્રિલે છઠ્ઠા ચરણમાં 41 સીટો, 26 એપ્રિલે સાતમા ચરણ અંતર્ગત 36 સીટો અને અંતિમ તથા આઠમા ચરણમાં 35 સીટો પર વોટિંગ થશે. પરિણામ 2 મેએ જાહેર કરવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31