GSTV
Gujarat Government Advertisement

મતદાન/ નંદીગ્રામ યુદ્ધના મેદાનમાં ફેરવાયું : મમતાએ રાજ્યપાલને ધાંધલીની કરી ફરિયાદ, થયો આ આદેશ

Last Updated on April 1, 2021 by

પશ્ચિમ બંગાળના બીજા તબક્કાના મતદાન દરમિયાન નંદીગ્રામ યુદ્ધના મેદાનમાં ફેરવાયું હોય તેમ જોવા મળ્યું હતું. અહીં એક પોલિંગ બૂથ પર મમતા બેનર્જીના પહોંચતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા. સ્થિતિ એવી થઈ કે મમતા બેનર્જી પોલિંગ બૂથમાં ફસાઈ ગયા, જે પછી તેમણે રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરી કહ્યું કે,‘અહીં ભાજપના કાર્યકરો સ્થાનિકોને મત આપવા દેતા નથી.

મમતાની ફરિયાદ બાદ રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા

સવારથી હું આ વિશે તમને જણાવી રહી છું, હું અપીલ કરું છું કે મહેરબાની કરી તમે સ્થિતિને જુઓ. જે લોકો નારેબાજી કરી રહ્યાં છે તેઓ બહારના રાજ્યો છે. આ લોકો યુપી-બિહારથી આવેલા છે. તેમને કેન્દ્રીય સુરક્ષાદળોની સુરક્ષા આપી રહ્યાં છે.’ મમતાની ફરિયાદ બાદ રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા હતા.

મમતાએ ચિંતા વ્યક્ત કરી

આ સાથે તેમણે ટ્વિટ કરી કે,‘મમતા બેનર્જીએ એક ચિંતા વ્યક્ત કરી છે. મે યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. આશા છે યોગ્ય રીતે કાર્યવાહી થશે જેથી લોકતંત્ર આગળ વધે.’ ચૂંટણી પંચે નંદીગ્રામ અને કેશપુરનો ગ્રાઉન્ડ રિપોર્ટ અધિકારીઓ પાસે માગ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી