Last Updated on March 20, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે શુક્રવારે મિદાનપુરમાં એક વિશાળ જન સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે ટીએમસીના ગદ્દારોને ભાજપે ટિકિટ આપી છે પણ જનતા આવા લોકોને મત નહીં જ આપે.
મમતાએ કહ્યું હતું કે ભાજપને પશ્ચિમ બંગાળમાંથી વિદાય આપી દેવી જોઇએ. અમે ભાજપને નથી ઇચ્છતા, મોદીનો ચેહરો પણ પશ્ચિમ બંગાળમાં જોવા નથી માગતા. તેમને રમખાણો, લુટેરાઓ, દુર્યોધન અને દુ:શાસનને પશ્ચિમ બંગાળમાં નથી ઇચ્છતા. મમતાએ કહ્યું કે ભાજપે ટીએમસી સાથે બળવો કરનારાઓને ટિકિટ આપી છે.
મમતાએ વિરોધી પક્ષ પર લગાવ્યા આ આરોપ
પાર્ટીના જુના નેતાઓ ઘરમાં બેસીને આંસુ વહાવી રહ્યા છે અને અમારા જ પક્ષના ગદ્દારોને ભાજપ ટીકીટ આપીને બેઠી છે. મમતાએ સાથે એમ પણ કહ્યું કે મારા વિરોધીઓએ મારા પર હુમલો કરીને મને ઘાયલ કરી દીધી, મારા પગમાં ઇજા પહોંચાડી છે. હું જોકે હાર નહીં માનું, હું પણ એક યોદ્ધાની જેમ લડીશ. સાથે તેમણે ભાજપના નેતાઓને મહાભારતના પાત્રો સાથે સરખાવ્યા હતા.
તેમણે દુર્યોધન, દુ:શાસનનો ઉલ્લેખ કરીને આડકરી રીતે મોદી અને અમિત શાહ પર કટાક્ષ કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લોકો લુટેરાઓ, દુર્યોધન અને દુ:શાસન જેવાને નહીં ઘુસવા દે. સાથે જ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા શુવેંદુ અધિકારીને મમતાએ મીર જાફર ગણાવ્યા હતા.
ઇવીએમમાંથી પક્ષનું ચૂંટણી ચિહ્નને દૂર કરવા સુપ્રીમમાં પીઆઇએલ
બેલેટ અને ઇવીએમમાંથી પક્ષનું ચૂંટણી ચિહ્ન દૂર કરીને તેના સ્થાને ઉમેદવારનું નામ, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ફોટોગ્રાફ મૂકવાની માગ કરતી કરાયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પાસે એટર્ની જનરલ પાસે જવાબ માગ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ બોબડે અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના તથા ન્યાયમૂર્તિ રામસુબ્રમણ્યમની બનેલી ખંડપીઠે એરજકર્તાને પૂછ્યું હતું કે તેમને પક્ષમના ચિહ્ન સામે વાંધો શું છે? આ ઉપરાંત ખંડપીઠે અરજકર્તાને તેમની અરજીની એક નકલ એટર્ની જનરલ કે કે વેણુગોપાલને મોકલવા આદેશ આપ્યો છે.
આ અરજી ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. આ પીઆઇએલની ટૂંકી સુનાવણી દરમિયાન ખંડપીઠે અરજકર્તાના વકીલને પૂછ્યું હતું કે તેમને પક્ષના ચૂંટણી ચિહ્ન સામે વાંધો શું છે.
આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે ઇવીએમ પર પક્ષના ચૂંટણી ચિહ્નને દર્શાવવાને ગેરકાયદે જાહેર કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી ચિહ્ન ને બદલે ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત દર્શાવવાથી પ્રજા ઉમેદવારે કેટલો યોગ્ય છે તે જાણી શકશે.
અરજકર્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઇવીએમ અને બેલેટ પેપર પર પક્ષનો ચૂંટણી ચિહ્ન દર્શાવવાનું બંધ થશે તો ટિકિટ વહેંચણીમાં પક્ષ દ્વારા કરવામાં આવતી જોહુકમી પર અંકુશ મૂકવામાં આવશે અને પક્ષ લાયકાતવાળા ઉમેદવારોને ટિકીટ આપશે.
આસામમાં અમે સીએએનો અમલ નહીં થવા દઇએ : રાહુલ
આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ આસામમાં સત્તામાં આવી તો અહીં અમે સીએએ કાયદાનો અમલ નહીં થવા દઇએ.
આસામમાં આ કાયદાનો ભારે વિરોધ થયો હતો જેને ધ્યાનમાં રાખીને રાહુલે આ નિવેદન આપ્યું હતું. રાહુલે આસામના દિબરૂગઢમાં લાહોવાલ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધતી વેળાએ કહ્યું હતું કે આસામ વિધાનસભામાં કોંગ્રેસ કોઇ પણ સંજોગોમાં સીએએ કાયદાનો વિરોધ કરશે. સત્તામાં આવ્યા બાદ તેનો અમલ નહીં થવા દઇએ.
જોકે માત્ર આસામ જ નહીં રાહુલે ખાતરી આપી હતી કે જે પણ રાજ્યોમાં અમારી સત્તા આવશે ત્યાં સીએએ કાયદાનો અમલ નહીં થવા દેવાય. ભાજપ ધર્મને રાજકારણમાં ભેળવીને રાજનીતી કરી રહી છે તેવા સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે ભાજપ ધર્મનો નહીં પણ નફરતનો ઉપયોગ કરીને રાજનીતી કરી રહી છે.
તમિલનાડુમાંથી 16 કરોડની બેનામી રોકડ જપ્ત કરાઈ
ચૂંટણીવાળા રાજ્ય તમિલનાડુમાં આવકવેરા વિભાગે 16 કરોડ રૂપિયાની બેનામી રોકડ જપ્ત કરી છે અને 80 કરોડ રૂપિયાની બ્લેક ઇનકમ પણ શોધી કાઢી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી અગાઉ કાળા નાણાંની હેરફેર અટકાવવા માટે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીડીટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે 16 અને 17 માર્ચે ચેન્નાઇ, તિરૂપ્પુર અને ધરમપુરમાં દરોડા પાડયા હતાં.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31