Last Updated on April 4, 2021 by
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે મહત્વની કેબિનેટ બેઠક બોલાવી છે. મુંબઈમાં સાંજે પાંચ વાગે નવા નિયમો સાથે કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. મુંબઈના સંરક્ષણ મંત્રી અસ્લમ શેખ દ્વારા કોરોના અંગેની જાણકારી મેળવવામાં આવી હતી. તેમણે ભીડ વાળા બજારો તેમજ રસ્તા પર પહોંચીને કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેમાં મોટા ભાગના લોકો માસ્ક વગર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ લોકો પાલન કરતા નથી. મુંબઈમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેને લઈને મુંબઈ સરકાર ખૂબજ મહત્વનો નિર્ણય લઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ તમામ બનતી કોશિષ કરવામાં આવી રહી છે. તે છતાં કોરોનાની રફતાર મહારાષ્ટ્રમાં સતત વધી રહી છે. પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે તે છતાં સ્થિતિ કાબુમાં આવી નથી. જો લોકો દો-ગજ દુરી અને વારંવાર હાથ ધોવાનું રાખે અથવા તો સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તો સ્થિતિ કાબુમાં લાવી શકાય તેમ છે.
રાજુ શેટ્ટી દ્વારા લોકડાઉનનો વિરોધ
સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટી દ્વારા લોક ડાઉનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો સરકારે ફરીથી લોકડાઉન કરવું હોય તોપહેલા ખેડૂતોને યોગ્ય ભાવ આપો, જેમની રોજગારી ખતરામાં છે તેમને રોજગારી આપે, ત્યાર પછીજ લોકોડાઉન લાગુ કરવું હોય તો કરી શકો છે. કિસાન નેતા રાજુ શેટ્ટી પંઢરપુર- મંગલવેઢા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. તે દરમ્યાન તેમણે આ વાત કરી હતી. પંઢરપુરના એનસીપી કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભાલકેનું 28 નવેમ્બરે નિધન થયું હતું. જેને લઈ અંહી ફરીથી ચૂંટણી પ્રક્રીયા યોજાઈ રહી છે. તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે પહેલા યુવાઓને રોજગારી આપો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો પછી લોકડાઉન લાગુ કરવું હોય તો કરી શકો છો તેમ જણાવ્યું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31