GSTV
Gujarat Government Advertisement

કપિલ શર્માની ધમાકેદાર એન્ટ્રી, ભારત નહિ પરંતુ આ દેશમાં થશે ‘ધ કપિલ શર્મા શો’ની શુટિંગ

કપિલ

Last Updated on March 10, 2021 by

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો શો ઓફ એર થયા પછી હવે નેટફ્લિક્સ જેવા ઇન્ટરનેશનલ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. જલ્દી પોતાના ખાસ કોમેડી શો દ્વારા ડિજિટલ દુનિયામાં પગ મુકશે. સૂત્રો મુજબ ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં વધતા કોરોના કેસોને લઇ હવે કપિલ શર્માના નવા શોની શૂટિંગ દુબઇમાં થવાની છે. એપ્રિલથી આ શુટિંગ શરુ થશે. એના માટે જલ્દી કપિલ શર્મા દુબઇ રવાના થશે.

કપિલે પોતાના આ ખાસ શો માટે એક મહિના પહેલા જ તૈયારી શરુ કરી દીધી છે. તેઓ સતત પોતાની ટીમ સાથે સ્ક્રીપ્ટ રાઇડિંગ સેશન પણ કરી રહ્યાં છે. એની સાથે કપિલ શર્માના શો પછી એમને કમર પર થયેલ ઇજા પણ હજુ પુરી રીતે સારી થઇ નથી. આવતા મહિને આ શોની શુટિંગ માટે દુબઇ જશે. કપિલ શર્માએ થોડા સમય પહેલા પોતાની નેટફ્લિક્સ ડેબ્યુનું ટીઝર ફેન્સ સાથે શેર કર્યું હતું.

શો ઓફ એર થયા પછી કપિલે લીધી હતી બ્રેક

ધ કપિલ શર્મા શોના ઓફ એર પછી કપિલ શર્માએ બ્રેક લીધી હતી. પરંતુ શુટિંગ પુરી થયા પછી એની બીજી ટીમ પોતાના નવા પ્રોજેક્ટ્સમાં બિઝી થઇ ગઈ. કપિલ શર્માએ ટ્વીટર પર કહ્યું કે તેમણે આ છુટ્ટી તેમની પત્ની ગિન્ની ચિતરથની ડિલિવરીના કારણે લીધી હતી. શુટિંગથી લાંબા બ્રેક પછી તેઓ પેટર્નીટી લિવ પર જવના હતા. આ વચ્ચે કપિલ શર્માના ઘરે બીજા બાળકનો જન્મ થયો અને તેઓ એક દિકરાના પિતા બન્યા. જો કે કપિલે હજુ સુધી પોતાના બાળકના નામનો ખુલાસો કર્યો નથી અને ફોટો પણ પોસ્ટ કરી નથી,

દમદાર થશે વાપસી

થોડા દિવસ પહેલા ભારતી સિંહે એક ઇન્ટરવ્યૂમાં શોને લઇ કહ્યું હતું, ‘હા અમે બ્રેક પર છે પરંતુ કંઈક નવું કરવા માટે. એ એક બ્રેક લઇ રહ્યા છે જેથી પોતાને અપગ્રેડ કરી શકીએ. ટિમ નવા કિરદારો પર કામ કરવા માટે ઉત્સાહિત છે. આવતા બે મહિનામાં મુશ્કેલીથી કોઈ ફિલ્મ રિલીઝ થઇ રહી છે, એવામાં ચેનલે શોને બ્રેક આપવાનો વિકલ્પ પસંદ કર્યો જેથી ફરી શો પર કામ કરી શકીએ. એવું નથી કે આ બે-ત્રણ મહિનાના બ્રેકમાં અમે છુટ્ટી પર જઈ રહ્યા છે. અમારી પાસે બેઠકો અને હોમવર્ક હશે અને અમે એક ટીમના રૂપમાં નવા કિરદારો પર કામ કરશે અને વધુ જોશ સાથે વાપસી કરશે. ઈમાનદારીથી અમે તમામ એના માટે ઉત્સાહિત છે.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

પર્યાવરણીય સુરક્ષા માટે અક્ષય કુમારને લિયોનાર્ડો ડી કેપ્રિયોની સાથે ‘ગોલ્ડન ગ્લોબ ઓનર્સ ફાઉન્ડેશન’ કરશે સન્માનિત.

વિદ્યાર્થીઓના સમર્થનમાં સોનુ સુદ, કોરોન વચ્ચે બોર્ડની પરીક્ષા રદ કરવાની માંગ