Last Updated on March 3, 2021 by
મહારાષ્ટ્રમાં આજે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બોલિવૂડ પર તવાઈ બોલાવી છે. 4 કંપનીઓ પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. જેમાં ફેંટમ ફિલ્મ, ક્વાન, એક્સીડ અને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ આમાં સામેલ છે. આ પહેલાં બુધવારે ટેક્સ ચોરીના કેસમાં ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુંના ઘરે આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. બંને બોલિવૂડ કલાકાર સાથે આયકર વિભાગના અધિકારીઓએ લાંબી પૂછપરછ કરી હતી.
આઈટી વિભાગે અલગ અલગ 22 જગ્યાએ સપાટો બોલાવ્યો
તો મુંબઇમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફેંટમ ફિલ્મ્સ સંબંધિત કેસમાં આઇટી વિભાગે મુંબઇ અને પૂણેમાં જુદા જુદા 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં બોલિવૂડના ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ, ફિલ્મ નિર્માતા વિકાસ બહલ… અને મધુ મંટેનાના ઘરે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે. વિકાસ બહલ આ પ્રોડકશન હાઉસના સંસ્થાપક છે. જ્યારે કે અનુરાગ કશ્યપ તેના માલિક છે. ટેક્સ ચોરીને લઇને આઇટી વિભાગની કાર્યવાહી થઇ હોવાની વાત સામે આવી રહી છે. આ બોલિવૂડ હસ્તીઓની સામે કથિત રીતે મોટા પાયે ટેક્સ ચોરીનો મામલો છે.
ફિલ્મી હસ્તીઓ આઈટીની રડાર પર
આયકર વિભાગના સૂત્રોનું કહેવું છે કે ટેક્સ ચોરી કરવાના કેસમાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલ લોકો પર આવકવેરા વિભાગ દરોડા પાડવાની કામગીરી કરી રહયું છે. જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ અને અન્ય જાણીતા લોકો પણ સામેલ છે. ઘણા અન્ય લોકોની પણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કર ચોરીના મામલે તપાસ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ફૈટમ ફિલ્મની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની, મઘુ મંટેના અને વિકાસ બહેલે મળીને કરી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર લાગેલ યૌન શોષણના આરોપોના પછી આ કંપની ખતમ થઈ ગઈ હતી અને ચારેય પાર્ટનર જુદા થઈ ગયા હતા.
અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂના ઘર પર રેડ પાડી
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફિલ્મ નિર્દેશક અનુરાહ કશ્યપ અને એક્ટ્રેલ તાપસી પન્નૂના ઘર પર દરોડા પાડ્યા છે. આ બંને સ્ટાર ઉપરાંત ફૈંટમ ફિલ્મ સાથે જોડાયેલા અમુક લોકોને ત્યાં પણ ઈન્કમ ટેક્સે રેડ પાડી છે. ટેક્સ ચોરી કેસમાં વિભાગ તરફથી આ દરોડા પાડવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ સહિત કેટલાય લોકો મુંબઈ અને પુણે સ્થિત 20 જગ્યાએ ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.
અન્ય લોકો પણ આવી ગયા ઝપટમાં
આ ઉપરાંત વિકાસ બહલ અને ફૈંટમ ફિલ્મ્સના કો-ફાઉંડર મધુ મંતેના વર્માના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. મધુ મંતેના વર્મા પોતાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે. ફૈંટમ ફિલ્મ્સનુ કામકાજ અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને અને મધુ મંતેના વર્મા સંચાલન કરી રહ્યા હતા, પણ આ કંપનીને 2018માં ભંગ કરી દીધી હતી.
દરોડા પર ટ્વિટર પર ટ્રેંડ થયાં
મધુ વર્મા મંટેનાને ગજવી મૂવી માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં તેને આમિર ખાન સાથે નિર્દેશન કર્યુ હતું. આ ઉપરાંત તે કેટલીય હિંદી, તેલૂગૂ અને બાંગ્લા મૂવીઝનું પણ નિર્દેશન કરી ચુક્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા બાદ ટ્વિટર પર પણ અનુરાગ કશ્યપ અને તાપસી પન્નૂ ટ્રેંડ થઈ રહ્યા છે. અનુરાગ કશ્યપને ગેંગ્સ ઓફ વાસેપુર, બ્લેક ફ્રાઈડે જેવી લોકપ્રિય ફિલ્મો માટે જાણીતા છે. રાજકીય, સામાજિક બાબતોને લઈને તે ફિલ્મો દ્વારા લોકોને મેસેજ આપે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31