GSTV
Gujarat Government Advertisement

આનંદો/ 4 લાખ ખેડૂતોને એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) મફત આપશે ગુજરાત સરકાર, લાભ લેવાનું ના ચૂકતા

Last Updated on March 3, 2021 by

ગુજરાતમાં કૃષિ એ સમૃદ્ધ છે. ખેડૂતોની મહેનત અને સરકારી યોજનાઓને પગલે સતત વિકાસ થતો જાય છે. ખેડૂતો માટે હાલમાં સૌથી મોટી સમસ્યા હોય તો પાકના ભાવ છે. પાકના ભાવ અને પાકવીમો એ ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા બનતી જાય છે. રૂપાણી સરકાર દર વર્ષે ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બહાર પાડે છે. આ વર્ષે ખેડૂતોને બજેટમાં ફાયદો થાય તે માટે સરકારે નવી જોગવાઈઓ બજેટમાં કરી છે. જેમાં બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરી છે.

gujarat budget 2020-21

બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે

આ યોજનામાં પ્રથમ તબક્કે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે બજેટમાં રૂ. ૨ કરોડની જોગવાઈ કરાઈ છે.

• ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ.
• ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
• ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
• રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જોગવાઇ.

ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવાની યોજના માટે રૂ. 87 કરોડની જોગવાઈ

વાવણીથી કાપણી સુધીના તબક્કા હોય કે પછી ખેત પેદાશો બજાર સુધી પહોંચાડવાની વાત હોય ગુજરાત સરકાર હંમેશા ખેડુતોના પડખે ઉભી રહી છે. કોરોના આ કાળમાં પણ ખેડૂતોએ અન્ન અને શાકભાજીની ખોટ પડવા ન દીધી. રાજ્યના ખેડૂતોને વધુ સક્ષમ, સંસાધના સભર અને સફળ બનાવવા સરકારે નવી જોગવાઈઓ કરી છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે. આ સિવાય ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જોગવાઈ આજના બજેટમાં કરાઈ છે. એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ નીતિન પટેલે બજેટમાં કરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33