Last Updated on April 12, 2021 by
કોરોના વાયરસના વિકરાળ સ્વરૂપ વચ્ચે એક રાહતના સમચાર મળી રહ્યાં છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઇ છે. સોમવારે વેક્સિન મામલે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ (SEC)એ રશિયાના સ્પુતનિક વીને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતમાં આ વેક્સિનનો ઉપયોગ કરી શકાશે.સૂત્રોએ જણાવ્યા અનુસાર, સ્પુતનિક દ્વારા ટ્રાયલનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. જેના આધારે આ મંજૂરી મળી છે. જો કે આજે સાંજ સુધી જ સરકાર દ્વારા આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી શકે છે.
Subject Expert Committee approves Dr Reddy's application for emergency use authorisation to Sputnik V: Sources#COVID19 pic.twitter.com/U2wsCQTNY0
— ANI (@ANI) April 12, 2021
જણાવી દઇએ કે ભારતમાં સ્પુતનિક વીએ હૈદરાબાદની ડો.રેડ્ડી લેબ્સ સાથે મળીને ટ્રાયલ કર્યુ છે અને આ સાથે જ પ્રોડક્શન ચાલી રહ્યું છે. તેવામાં વેક્સીનને મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનની અછતને લઇને ફરિયાદ ઓછી થઇ શકે છે. સ્પુતનિક વી દ્વારા ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેવામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિ તરફથી સોમવારે આ વેક્સીનની મંજૂરી પર ચર્ચા થઇ.
હાલ દેશમાં બે વેક્સીનનો થઇ રહ્યો છે ઉપયોગ
દેશમાં હાલ બે કોરોના વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર, ઓગસ્ટ સુધી ભારતમાં આશરે 6 વેક્સીનને મંજૂરી મળી શકે છે. જેથી વધુમાં વધુ સંખ્યામાં ડોઝ તૈયાર કરવામાં આવી શકે.
અનેક રાજ્યોમાં વેક્સીનની અછત
જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, યુપી સહિત અનેક રાજ્યોમાં વેક્સીનની અછત હોવાનું સામે આવ્યું હતુ. મહારાષ્ટ્ર, ઓડિશામાં તો સેંકડો સેંટર્સ પર વેક્સીનેશનને રોકી દેવામાં આવ્યું હતુ. તેવામાં સતત માંગ ઉઠી રહી હતી કે અન્ય વેક્સીનને મંજૂરી આપવામાં આવે. જેથી મોટી સંખ્યામાં પ્રોડક્સન થાય અને જરૂરિયાત પૂરી કરી શકાય.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31