GSTV
Gujarat Government Advertisement

હવે સાવચવજો/ ભારતમાં કોરોના પીક પર,1.83 લાખ કેસ સાથે વિશ્વમાં સતત ચોથા દિવસે સૌથી વધુ કેસ ધરાવતો દેશ

કોરોના

Last Updated on April 12, 2021 by

ભારતમાં કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકના દૈનિક કેસોએ તો વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડયો હતો. 24 કલાકમાં કોરોનાના1.83 લાખ કેસો સામે આવ્યા હતા, જેને પગલે દૈનિક કેસો બાબતે ભારત વિશ્વમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચ્યું છે. ખાસ કરીને હિંદી ભાષી રાજ્યોમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે.માત્ર છ દિવસ પહેલા જ કોરોનાના દૈનિક કેસોનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હતો અને હવે તે દોઢ લાખને વટાવી ચુક્યો છે. એટલે કે માત્ર એક સપ્તાહમાં જ દૈનિક કેસોમાં સીધો 50 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.

જે સાથે જ એક જ દિવસમાં વધુ 839 લોકોના મોત નિપજ્યા હતા જે ગત વર્ષે16મી ઓક્ટોબર પછી સૌથી વધુ છે. જોકે કોરોના મહામારીની પહેલી લહેરમાં જેટલા મોતના આંકડા દરરોજ સામે આવતા હતા તેની સરખામણીએ બીજી લહેરમાં ઓછા જોવા મળી રહ્યા છે.જ્યારે દેશમાં પહેલી વખત એક્ટિવ કેસોની સંખ્યા વધીને11 લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના 8.29 ટકા છે. માત્ર 24 કલાકમાં જ 61,456 એક્ટિવ કેસોનો ઉમેરો થયો હતો. આ સાથે કુલ કેસ1,35,09,746 થયા છે. બીજી તરફ મૃત્યુઆંક1,67,275ને પાર પહોંચી ગયો છે.

કોરોના

દેશમાં એક્ટિવ કેસ પ્રથમ વખત11.08 લાખને પાર, કુલ કેસ1.33 કરોડ, મૃત્યુઆંક1.69 લાખ, દિલ્હીમાં રેકોર્ડબ્રેક10 હજાર દૈનિક કેસ

પાંચ રાજ્યોમાં જ દેશના કુલ કેસોના 70 ટકા કેસો સામે આવ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટકા, ઉત્તર પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. માત્ર મહારાષ્ટ્રના કેસો જ દેશના કુલ કેસોના 48.57 ટકા સામે આવ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને હવે દિલ્હીમાં પણ બહુ જ ઝડપથી કેસો વધવા લાગ્યા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા10 હજાર કેસો સામે આવ્યા છે. જેને પગલે રાજધાનીની સ્થિતિ પણ ગત વર્ષ જેવી થવા લાગી છે, નવા10732 કેસો સામે આવ્યા છે, જ્યારથી કોરોના દેશમાં ફેલાયો ત્યારથી પ્રથમ વખત આટલા કેસ દિલ્હીમાં સામે આવ્યા છે.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે જે વધુ જોખમી અને અતી ગંભીર છે. કેજરીવાલે આકરા પ્રતિબંધો લાદવાની અને હજુ કોરોના વધુ ઘાતક રીતે ફેલાવાની ચેતવણી આપી છે. તમિલનાડુમાં પણ કોરોના હવે ફેલાવા લાગ્યો છે, હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મધવ રાવને કોરોના થયો હતો જેને પગલે તેમનું મોત નિપજ્યું છે.

  • કોરોના સામે વધુ અસરકારક રસી બનાવવી શક્ય
  • વાઇરસ બદલાય તેમ રસી પણ બદલવી પડશે : એઇમ્સ ડાયરેક્ટર
  • દેશમાં હાલ સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી, રેડ-યલો-ગ્રીન ઝોન ઉપાય : ગુલેરિયા

દિલ્હી સિૃથત એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના મહામારી લાંબા સમય સુધી રહેશે, સાથે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં લોકોમાં જો લોકોમાં ઇમ્યૂનિટી વધશે તો વાઇરસ નબળો પડી શકે છે.

કોરોના

કોરોનાની રસી અંગે વાત કરતા તેમણે કહ્યું કે રસી પણ એક રેગ્યૂલર વાત બની જશે, દર વર્ષે હાઇ રિસ્ક ગુ્રપને કોરોનાની રસી આપવી પડશે. જે રીતે આપણે ઇન્ફ્લુએન્જા અને ફ્લૂની વાત કરીએ છીએ તેવી જ રીતે આગામી દિવસોમાં લોકો કોરોનાની વાતો કરતા થઇ જશે. કોરોનાની રસી કોઇ સમાધાન નથી પણ હિથયાર છે, જોકે રસી કરતાં પણ મોટુ હિથયાર છે સોશિયલ ડિસ્ટન્સ અને પ્રોટોકોલનું પાલન કરવું.

તેમણે કહ્યું કે જેમ જેમ વાઇરસ બદલાતો રહેશે તેમ રસી પણ બદલવી પડશે, જો કોઇ પણ વેરિએંટ આવે તો તેનાથી બચવા માટે માસ્ક જરૂર પહેરવું જોઇએ. હાલ દેશમાં રાષ્ટ્રીય સ્તરના લોકડાઉનની જરૂર નહીં રહે, આપણે ટ્રાંસમિશન રોકવુ જ પડશે. જ્યાં કલસ્ટર બની રહ્યો હોય ત્યાં માઇક્રો કંટેનમેન્ટ ઝોન બનાવીને એક મિનિ લોકડાઉન કરવું પડશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33