GSTV
Gujarat Government Advertisement

કામનું/ આજથી સરળ બન્યુ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું, ફીસ જમા કરવાની સિસ્ટમમાં થયો આ બદલાવ, તમારા માટે જાણવુ જરૂરી

ડ્રાઇવિંગ

Last Updated on March 1, 2021 by

Driving License, Online Application, Latest Updates: માર્ચ મહિનાથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવુ વધુ સરળ બની જશે. કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય આગામી કેટલાંક મહિનામાં ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License)ને લગતી તમામ પ્રક્રિયા ઑનલાઇન કરવા જઇ રહ્યું છે. જણાવી દઇએ કે દિલ્હી-એનસીઆર, બિહાર, યુપી, મધ્ય પ્રદેશ, ઝારખંડ, હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં આ સેવાઓ પહેલા જ ઑનલાઇન થઇ ચુકી છે. તેવામાં હવે માર્ચ મહિનાથી દેશના અન્ય રાજ્યોમાં આ સેવાઓ ઑનલાઇન થઇ જશે.

ડ્રાઇવિંગ સેવાના ઑનલાઇન થઇ જવાથી સૌથી મોટી રાહત તે લોકોને મળશે જે કલાકો સુધી આરટીઓ ઑફિસની લાઇનોમાં ઉભા રહે છે અને ઑફિસના ધક્કા ખાય છે. કોરોના મહામારીના દોરમાં તે વધુ જોખમી બની જાય છે. તેવામાં મોદી સરકારની ગાઇડલાઇન અનુસાર તમામ પરિવહન કાર્યાલયોને ધીમે ધીમે ઑનલાઇન મોડમાં લાવવામાં આવી રહ્યાં છે.

લાયસન્સ

આ રીતે ઑનલાઇન કરો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય

અનેક રાજ્યોમાં ઑનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે અને અનેક રાજ્યોમાં શરૂ થવા જઇ રહી છે. તેવામાં જરૂરી છે કે તમે પણ તે જાણી લો કે ડ્રાઇવિંગ લાયસન્સ ઑનલાઇન કેવી રીતે બનાવવામાં આવે છે. આજે તમને અમે જણાવી રહ્યાં છીએ કે ઑનલાઇન લર્નિંગ લાયસન્સ માટે કેવી રીતે અપ્લાય કરી શકાય છે.

  • સૌથી પહેલા હાઇવે મંત્રાલયની વેબસાઇટ ttps://Parivahan.Gov.In/ પર જાઓ.
  • રાજ્યોની આપવામાં આવેલી યાદીમાં પોતાના રાજ્યનું નામ સિલેક્ટ કરો.
  • લર્નિંગ લાયસન્સ માટે ઓપ્શન પર ક્લિક કરો.
  • આખુ ફોર્મ ભરો.
  • સાથે જ આઇડી પ્રૂફ, ઉંમરનું પ્રમાણ પત્ર, એડ્રેસ પ્રૂફ, અટેચ કરો.
  • તમારો રિસેટ ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરો.
  • તે બાદ તમારે ટેસ્ટ ડ્રાઇવની તારીખ સિલેક્ટ કરવાની છે.
લાયસન્સ

લાયસન્સ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ

લાયસન્સ બનાવવા માટે તમારે આધાર કાર્ડ સાથે વોટર આઇડી, વિજળીનું બિલ, રાશન કાર્ડમાંથી કોઇ એક લેવુ પડશે. આ ઉપરાંત તમે ઉંમરનાં પ્રમાણપત્ર માટે ધોરણ 10નું સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, પેન કાર્ડ લઇ શકો છો. આ ઉપરાંત તમે ભારતના નાગરિક હોવા જોઇએ અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ.

લર્નિંગ લાયસન્સ માટે ફીસ જમા કરવાની વ્યવસ્થામાં પણ બદલાવ. આવનારા કેટલાંક મહિનામાં દેશના તમામ રાજ્યોમાં લર્નિંગ લાયસન્સ માટે ફીસ જમા કરવાની વ્યવસ્થામાં પણ બદલાવ કરી દેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થામાં સ્લોટ બુક થતાં જ લર્નિંગ લાયસન્સ માટે તમારે પૈસા જમા કરવા પડશે. પૈસા જમા કરતાં જ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તારીખ સિલેક્ટ કરી શકો છો. તે દિવસે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ