Last Updated on April 8, 2021 by
ગુજરાતમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી
અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. તેના પગલે અમદાવાદની SVP હોસ્પિટલની 500 કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને 1000 બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ એટલે 3 હજારથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી મંજુશ્રી હોસ્પિટલમાં આવેલી કોરોનાના બેડની સુવિધા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ના સુપરિટેન્ડેન્ટ ને તેનું મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું છે
- અન્ય 208 બેડ મંજુ શ્રીમાં વધારવામાં આવશે
- ટોટલ 600 બેડ કરતા વધુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે
- અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે
- Svp હોસ્પિટલ માં એક હજાર પથારીની વ્યવસ્થા છે
- હાલ 500 બેડ કોરોના માટે ઉપયોગ માં લેવામાં આવે છે
- Svp માં બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
- ચાર થી પાંચ દિવસમાં એક હજાર બેડ Svp માં કરવામાં આવશે
- 500 બેડ વધારવામાં આવશે
Svp હોસ્પિટલ માં એક હજાર પથારીની વ્યવસ્થા છે
- અન્ય રોગોના દર્દીઓ ને svp હોસ્પિટલ માંથી ખસેડવામાં આવશે
- દરરોજ 100 જેટલા નવા કોરોના ના દર્દીઓ રાખવામાં આવશે
- Svp ને સંપૂર્ણ કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી
- 500 દર્દીઓએ એસવીપી માં છે 100 દર્દીઓએ આજે અને જેમ જેમ જરૂર પડે ત્યાં દર્દીઓ ને મોકલવામાં આવશે..
- Sms ખાનગી મેડિકલ કોલજ ની 240 પાથરીઓ આપવામાં આવ્યા છે..
- Gcs કેન્સર હોસ્પિટલ ની પણ 160 બેડ મેળવી લીધી છે જેનો તમામ ખર્ચ અમયૂકો અને સરકાર કરશે…
- યુ. એન.મહેતા હોસ્પિટલ માં 130 બેડ વધારવામાં આવશે
- આવતી કાલ સાંજ સુધીમાં વધી જશે બેડ
- કેન્સર હોસ્પિટલમાં નવા બિલ્ડિંગ માં 100 પથારી વધારશે
- મેડીસીટી કેમ્પસમાં 1332 દર્દીઓની સારવાર કરી શકાશે
- 488 બેડ હાલ ખાલી છે
- 1200 બેડ હોસ્પિટલ માં 300 વેન્ટિલેટાર છે જેમાંથી 30 ખાલી
- અમદાવાદ માં કોમ્યુનિટી હોલ અને અન્ય જગ્યાએ બે થી ત્રણ કલાક માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે ઇન્જેક્શન આપ્યા પછી તેમને જવા દેવામાં આવશે
કેન્સર હોસ્પિટલમાં નવા બિલ્ડિંગ માં 100 પથારી વધારશે
- શહેર માં અલગ અલગ જગ્યાએ શરૂ કરવામાં આવશે
- રેમડેસિવિર ઇન્જેક્શન લઈ તે પોતાના ઘરે જઈ શકશે
- અમદાવાદ માં જ્યા શક્ય હોય કોમ્યુનિટી હોલ કે સારી જગ્યાઓ હોય ત્યાં રેમદેસીવર ઇંજેક્શન આપવા માટે ની વ્યવસ્થા કરવામાં આવશે
- નિષ્ણાત ડોકટરો ની હેઠળ જેમેન ફક્ત ઇંજેક્શન આપવાં નું નક્કી કરી રહ્યા છીએ
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે સંક્રમણ વધ્યું છે. અમદાવાદ, સુરત રાજકોટ આ મહાનગરોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સારવાર માટે બેડની પુરતી વ્યવસ્થા કરાઈ છે. મુખ્યમંત્રીના સલાહ કાર, ડો જયંતી રવી અને સુપરીટેન્ડેટ પણ હાજર છે. મંજુશ્રી હોસ્પિટલમાં 418 બેડમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાશે, કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે અને સારવાર કરવામાં આવશે.
- મંજુશ્રી હોસ્પિટલમાં 418 બેડ
- યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં 130 બેડ
- કેન્સર હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા
- મંજૂ શ્રી હોસ્પિટલનું મેનેજમેન્ટ સિવિલને સોંપાયું. મંજૂ શ્રીમાં 500 બેડ તૈયાર કરાશે.
- SVPમાં અન્ય રોગોની સારવાર લઈ રહેલા દર્દીઓને તબક્કામાં રજા આપવામાં આવશે.
- SVP માં 1 હજાર બેડ તૈયાર કરવામાં આવશે.
- જીસીએસ હોસ્પિટલમાં 160 બેડ કોર્પોરેશન હસ્તક
- નીતિન ભાઈ પટેલે આજે સ્વિકાર્યુ છે કે, મહાનગરોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
એસએમ શાહ મેડિકલ કોલેજની 240 પથારીમાં પણ કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે
આ ઉપરાંત રાજ્ય સરકાર અને એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એસએમ શાહ મેડિકલ કોલેજની 240 પથારીમાં પણ કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે. સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર અને એએમસી દ્વારા કરવામાં આવશે. ગુજરાત કેન્સર સોસાયટીની કેન્સર હોસ્પિટલમાં 160 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં 130 પથારીઓની વ્યવસ્થા વધારવાની સૂચના આપવામાં આવી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદની SVP હોસ્પિટલમાં એક હજાર પથારીની વ્યવસ્થા છે. જેમાથી હાલ 500 બેડ કોરોના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. SVPમાં પણ બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસવીપીમાંથી અન્ય રોગોના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. આ સાથે SVPને સંપૂર્ણ કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. SVP બાદ GCS કેન્સર હોસ્પિટલના 160 બેડનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવશે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં 130 બેડ વધારવામાં આવશે.
ઈન્જેકશન આપ્યા બાદ દર્દીને જવા દેવામાં આવશે
નીતિન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે જણાવ્યુ હતુ કે, દે દર્દીને રેમડેસિવીર ઈન્જેક્શન આપના છે તેમને કોમ્યુનિટી હોલમાં આપવામાં આવશે. ઈન્જેકશન આપ્યા બાદ દર્દીને જવા દેવામાં આવશે. સરકાર આ ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં આપવાની છે. જે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા છે તેઓ પોતાના ઘરે જઈ શકશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31