Last Updated on April 15, 2021 by
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની છે. અને આ મામલે આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણીને આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.
રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે.. ત્યારે આ સમગ્ર મામલે આજે ચીફ-જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરતા અવલોકન કર્યુ છે કે છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી ન શકાય. હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે.
આ અખબારી અહેવાલો રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તેવુ લાગી રહ્યુ છે. વધુમાં અવલોકન એ પણ કર્યુ છે કે આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી. રાજ્યમાં આજે પણ લોકો કલ્પના કરી ન શકાય તેવી હાડમારીઓ અને તકલીફો સહન કરી રહ્યા છે, અને સ્થિતિ રાજ્યના આરોગ્ય વિભાગના કાબૂ બહાર જતી રહી છે.
હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવાં પડી રહ્યાં છે. મહત્વનુ છે કે ગત 6 એપ્રિલે પણ હાઇકોર્ટે કોરોનાની સ્થિતી અંગે સૂનાવણી કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ચિંતા વ્યકત કરી હતી. રાજ્યમાં જે રીતે તબીબી સ્થિતિનું સંચાલન કરાઈ રહ્યું છે તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં સ્થિતિમાં સુધારો લાવવા જરૂરી પગલાંની પણ તાકિદ કરી હતી. સાથે જ વીકએન્ડ કરફ્યુ અને લોકડાઉનના નીર્દેશ પણ આપ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31