Last Updated on April 12, 2021 by
દેશમાં રેકોર્ડ લેવલ પર વધી રહેલા કોરોનાના કેસથી માર્કેટમાં તેજ વેચાણ જોવા મળી રહ્યું છે. આજના શરૂઆતના કારોબારમાં સેંસેક્સ 1397 અંક એટલે કે 2.82 ટકાના કડાકા સાથે 48,193ય96ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. સાથે જ નિફ્ટી ઇંડેક્સ 423.65 અંક એટલે કે 2.82 ટકા તૂટીને 14,411.20ના લેવલ પર છે. વેક્સીનેશનમાં તેજી અને ઇકોનોમીમાં રિકવરીથી અમેરિકન બજારોમાં જોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે DOW અને S&P 500 રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયા. સાથે જ એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.
જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર તેજ બની છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 2થા 3 અઠવાડિયાના લોકડાઉન લાદવામાં આવે તેની સંભાવના છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં 1,52,879 નવા કેસ સામે આવ્યા છે અને 839 લોકોના મોત નિપજ્યા છે.
બેંકિંગ સેક્ટરમાં મોટો કડાકો
આજના કારોબારમાં બેંક અને ફાઇનાન્શિયલ શેરોમાં સૌથી વધુ વેચાણ છે. નિફ્ટી બેંક ઇંડેક્સ 3.5 ટકાથી વધુ તૂટ્યો છે. આ ઉપરાંત પીએસયુ બેંક ઇંડેક્સમાં પણ આશરે 5 ટકાથી વધુનો ઘટાડો હાવી છે. સાથે જ આઇટી અને ફાર્મા શેરોમાં હળવો ઘટાડો નોંધાયો છે.
તેજી વાળા શેર્સ
આજના દિગ્ગજ શેર્સની વાત કરીએ તો સેંસેક્સના 30માંથી 29 શેર્સ લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે. આજના કારોબારમાં ફક્ત ઇંફોસિસ લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ ઉપરાંત મામ શેર્સમાં મોટુ વેચાણ હાવી છે.
વેચાણના શેર્સ
આજના કડાકા વાળા શેર્સની વાત કરીએ તો ઇંડસઇંડ બેંકના 8 ટકાથી વધુ તૂટ્યા છે. આ ઉપરાંત SBI, Bajaj Fin, Bajaj Auto, ICICI Bank, Titan, Bajaj Finsv, Axis Bank, HDFC Bank, ITC, Reliance, TCS, Dr Reddy, HUL, TechM, HCL Tech તમામમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સેક્ટોરિયલ ઇંડેક્સમાં વેચાણ
સેક્ટોરિયલ ઇંડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટર્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારમાં ઑટો, બેંક નિફ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર, મેટલ ઑયલ એંડ ગેસ, પીએસયુ, આઇટી, મેટલ અને ટેક સેક્ટર્સ લાલ નિશાનમાં છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31