Last Updated on March 23, 2021 by
છેલ્લા કેટલાક વર્ષોમાં, જે રીતે બેંકોમાંથી ઉપાડ પર વારંવાર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે તેના કારણે ઘણી વખત આ સવાલ મનમાં આવે છે કે આખરે બેંકની આંતરિક પરિસ્થિતિ શું છે. શું બેંક ફડચામાં જઈ રહી છે અથવા તે પોતાને નાદાર જાહેર કરશે? હવે બેંક નાદાર ઘોષિત થયા પછી કોઈ પણ એકાઉન્ટહોલ્ડરને 5 લાખ સુધીની રકમ માટે વધારે ચિંતા નહીં કરવી પડે. મોદી સરકારે DICGC (ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન) એક્ટને બદલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
DICGC એક્ટ શું છે
ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (Deposit Insurance and Credit Guarantee Corporation )એ રિઝર્વ બેંકની એક સંસ્થા છે જે બેંક ડિપોઝિટને કવર આપે છે જેમાં સેવિંગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ અને રિકરિંગ ડિપોઝિટ સહિત તમામ પ્રકારની બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. 2021 ના બજેટ પહેલા આ ગેરંટી 1 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ હવે આ 5 ગણી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. 1993 પહેલા આ ગેરંટી માત્ર 30 હજાર રૂપિયાની હતી, પરંતુ બદલાતા સમય સાથે તે બદલાઈ રહી છે.
90 દિવસમાં 5 લાખ સુધીની રકમ મળશે
જો DICGC એક્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો 90 દિવસમાં 5 લાખ સુધીની રકમ મળી જશે. તે પણ સમજી શકાય છે કે જો કોઈ વ્યક્તિના ખાતામાં 3 લાખ રૂપિયા જમા થાય છે અને તેની બેંક ડૂબી જાય છે, તો 90 દિવસમાં તેને 3 લાખ રૂપિયા મળી જશે, પરંતુ જો કોઈ વ્યક્તિના ખાતામાં 7 લાખ રૂપિયા જમા થાય છે, તો તે નિયમ અંતર્ગત 90 દિવસની અંદર રૂ.5 લાખની રકમ મળશે, કારણ કે DICGC આટલી જ રકમની બાંયધરી આપે છે.
ઘણી બેંકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
મોદી સરકારે દેશમાં ફક્ત મોટી બેંકો ચાલુ રાખવાની યોજના બનાવી છે. હકીકતમાં, તે તાજેતરના સમયમાં જોવા મળ્યું છે કે ઘણી નાની બેંકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ તેમના સ્ટાફને પગાર આપી શકતી નથી. આને કારણે મોદી સરકારે ઘણી બેંકોને એક બીજામાં મર્જ કરી દીધી છે. ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ (ઓબીસી), અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક અને ઇન્ડિયન બેંકને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરવામાં આવી છે. વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડામાં મર્જ કરવામાં આવ્યું છે. બેંક ઑફ મહારાષ્ટ્ર અને આંધ્ર બેંકને બેંક ઑફ ઇન્ડિયામાં મર્જ દેવામાં આવી છે. કેનેરા બેન્કે યુકો, ઇન્ડિયન ઓવરસીઝ અને સિન્ડિકેટ બેંકને મર્જ કરી દીધી છે. સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને આઈડીબીઆઈનું યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયામાં મર્જ કરવામાં આવ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31