GSTV
Gujarat Government Advertisement

રૂપિયા ખૂટ્યા: દેશના હવે આ એરપોર્ટને ખાનગી હાથમાં આપવાની તૈયારી, 2.5 લાખ કરોડ એકઠા કરવાનો મોદી સરકારનો પ્લાન

Last Updated on March 14, 2021 by

કેન્દ્ર સરકાર બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પોતાની રહેલી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. અસેટ મોનિટાઈઝેન દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક પુરો કરવા માટે આ ભાગીદારી વેચી દેશે. સરકારે તમામ સરકારી કંપનીઓની સંપત્તિઓ વેચીને વધારાના નાણા એકઠા કરવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ ઉપરાંત સરકારે 13 અન્ય એરપોર્ટની ઓળખાણ પણ કરી રાખી છે. જેનું ફિસ્ક્લ ઈયર 2021-22માં ખાનગીકરણ કરવામાં આવશે.

ટૂંક સમયમાં કેબિનેટ આપશે મંજૂરી


દિલ્હી, મુંબઈ, એરપોર્ટનું કામકાજ જોતા જોઈન્ટ વેંચરમાં રોકાણ માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ જરૂરી મંજૂરી લેશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે આગામી દિવસોમાં કેબિનેટની સામે રાખવામાં આવશે. ખાનગીકરણ માટે પસંદ કરાયેલા 13 એરપોર્ટમાં નફો અને ખોટવાળા એમ બંને પ્રકારના એરપોર્ટ શામેલ છે. મોદી સરકારમાં ખાનગીકરણમાં પ્રથમ તબક્કામાં અદાણી ગ્રુપને 6 એરપોર્ટ મળ્યા હતા. જેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મંગલુરૂ, તિરુવનંતપુરમ અને ગુવાહાટી શામેલ છે.

દેશના મહત્વના એરપોર્ટ પર ખાનગી કંપનીઓની ભાગીદારીના નમૂના

સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અંતરર્ગત આવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે સમગ્ર દેશમાં 100થી વધારે એરપોર્ટની જવાબદારી છે. મુંબઈ એરપોર્ટમાં અદાણીની 74 ટકા ભાગીદારી છે. જ્યારે 56 ટકા ભાગીદારી એરપોર્ટ ઓથોરિટીની છે. આવી જ રીતે દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં GMRની 54 ટકા ભાગીદારી છે. જ્યારે ઓથોરિટીની 26 ટકા ભાગીદારી છે. હૈદરાબાદ એરપોર્ટમાં ઓથોરિટીની સાથે સાથે આંધ્ર પ્રદેશ સરકારની 26 ટકા ભાગીદારી છે. આવી જ રીતે બેંગલુરૂ એરપોર્ટમાં ઓથોરિટીની સાથે કર્ણાટક સરકારની 26 ટકા ભાગીદારી છે.

100 સરકારી સંપત્તિઓને મોનિટાઈઝેશન કરવાની તૈયારી


નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટ ભાષણ દરમિયાન કહ્યુ હતું કે, દેશમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે તમામ સરકારી કંપનીઓના બિનલાભકારી અસેટ મોનોટાઈઝેશન ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકશે. આવી જ રીતે પીએમ મોદીએ ગત મહિને કહ્યુ હતુ કે, સરકાર ઓયલ એન્ડ ગૈસ પાઈપ લાઈન જેવી 100 સરકારી સંપત્તિઓને મોનિટાઈઝેશન કરવાની તૈયારી કરી રહ્યુ છે. જેમાંથી 2.50 લાખ કરોડ રૂપિયા આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

રાહતના સમાચાર/પેન્શનરોને મોટી રાહત, હવે આધાર કાર્ડ વગર પણ લાઈફ સર્ટિફિકેટ બની શકશે

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ