Last Updated on March 2, 2021 by
એમ્સનાં ડિરેક્ટર ડો. રણદિપ ગુલેરિયાએ સોમવારે જણાવ્યું કે દેશમાં વરિષ્ઠ નાગરિકો અને બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું તેના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો તેનાં કારણે લોકોનાં મનમાં રસી પ્રત્યે રહેલો ખચકાટ પણ દુર થઇ ગયો છે.
મોદીએ ભારત બાયોટેકની કોવૈક્સિન રસીનો પહેલો ડોઝ લીધો
મોદીએ સોમવાર સવારે ભારત બાયોટેકની કોવૈક્સિન રસીનો પહેલો ડોઝ લીધો તે માટે એમ્સમાં કોઇ પણ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પહેલા જ દિવસે વડાપ્રધાન મોદીએ રસી લગાવી તેથી સામાન્ય લોકોમાં રસી પ્રત્યે ભરોસો વધશે અને તે અંગેની શંકા અને ખચકાટ દુર થશે, લોકોને રસી લગાવવી જોઇએ અને ભારતને આ બિમારીથી મુક્ત કરવું જોઇએ.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
મોદીને પુડુંચેરીની વતની એમ્સની સિનિયર નર્સ સિસ્ટર પી નિવેદાએ સવારે સાડા છ વાગ્યે રસી લગાવી હતી અને ત્યાર બાદ તેમને અડધો કલાક માટે નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા, ત્યાર બાદ નિકળી ગયા હતા. ગુલેરિયાએ જણાવ્યું કે રસી લીધા પછી પીએમ મોદીની તબિયત સારી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31