GSTV
Gujarat Government Advertisement

કોરોના : મહામારી કાબૂમાં ના આવતાં અમદાવાદમાં મળી ટોપ લેવલની બેઠક, આ IAS અધિકારીઓ રહ્યાં હાજર

Last Updated on March 26, 2021 by

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ… એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત તમામ વિભાગો સાથે બેઠકો કરી જરૂરી સુધારાઓ સૂચવ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓએ કોવિડ કોર કમિટી સાથે પણ ચર્ચાઓ કરી હતી. કોરોનાના કેસો વધતા સિવિલ હોસ્પિટલને વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સિવિલને પેશન્ટ એટેન્ડન્ટ, પેશન્ટ કાઉન્સિલર, ડોક્ટરો તેમજ વર્ગ-4ના કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે

ગુજરાતમાં હવે એક એક દિવસ કોરોના માટે નવા નવા રેકોર્ડ સર્જનારા બની રહ્યા છે કેમ કે પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં સુરતમાં 4, મહિસાગરમાં 2 જ્યારે અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4473 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 1405 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજદિન સુધીમાં કુલ 2 લાખ 80 હજાર 285 લોકો કોરોનામુક્ત બન્યા છે. રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 9 હજાર 372 એક્ટિવ કેસ છે જ્યારે 81 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.

આઈઆઈએમમાં કોરોનાના થયેલા વિસ્ફોટ અંગે મોટો ખુલાસો

અમદાવાદના આઈઆઈએમમાં કોરોનાના થયેલા વિસ્ફોટ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. આઈઆઈએમના 6 વિદ્યાર્થીઓ 12મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. જેમાથી 6 પૈકી પાંચ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ વિદ્યાર્થીઓ બાદ અન્ય વિદ્યાર્થી અને સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યુ. તો બીજી તરફ પાંચેય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના પોઝિટિવ હોવાની માહિતી છુપાવી હતી. અને AMCના ડોમ ઉપર કોરોના ટેસ્ટ કરાવતી સમયે વતન ના સરનામા લખાવ્યા હતા. આઈઆઈએમમાં બાકીના વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 17 વિદ્યાર્થીના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે હવે IIM કેમ્પસમાં કોરોનાનો આંકડો 40 પર પહોંચ્યો છે.

કોરોના

દેશભરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે..ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના 59 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જયારે 257 લોકોનું કોરોનાથી મોત થયું છે. બીજી તરફ કોરોનાના 32 હજાર 987 કેસ રિકવર થયા છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 1 કરોડ 18 લાખ 46 હજાર 652 થઇ છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 21 હજારથી વધુ છે તો કોરોનાથી કુલ મોતની સંખ્યા 1 લાખ 60 હજાર 949 પર પહોંચી છે. કોરોના વાયરસ સામે કુલ 5 કરોડ 55 લાખ 4 હજાર 440 લોકોને રસી આપવામાં આવી છે.

દેશમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન એસબીઆઈ દ્વારા એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે- ભારતમાં કોરોનાની બીજી લહેર 100 દિવસ સુધી ચાલી શકે છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ લહેર મે મહિના સુધી ચાલી શકે છે. આ લહેરને કારણે કોરોના કેસની સંખ્યા 25 લાખ સુધી પહોંચી શકે છે. પ્રથમ લહેરના મુકાબલે કોરોનાની બીજી લહેરમાં કેસ ઝડપથી વધશે. એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે- એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેર ચરમ પર પહોંચશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33