Last Updated on March 3, 2021 by
અમદાવાદની મેટ્રોપોલીટીન કોર્ટે આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યું છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.આયશાના મોત મામલે પોલીસે આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરી છે..મહત્વનું છે કે આયશાએ ઘર કંકાસથી કંટાળીને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યુ હતુ..આયાશાએ મોત પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ કર્યો હતો.
આયાશાએ મોત પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ કર્યો
અમદાવાદમાં આઇશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આપઘાત કેસમાં આસિફ નામના યુવકનું નામ સામે આવ્યું છે. આઈશાનો પતિ આરીફ આઇશાના ચારિત્ર્ય પર શકા કરીને ત્રાસ આપતો હતો. આસિફ આઈશાના મામાનો દીકરો છે. અને આરીફને બાળકને લઈને પણ આઇશા પર આક્ષેપ કર્યા હતા.
આસિફ આઈશાના મામાનો દીકરો
અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં તેના પતિ આરીફને આજે કોર્ટમાં રજૂ કરાશે.. બંનેના ફોન મેસેજ અથવા ચેટની એફએસએલ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. અમદાવાદની રિવરફ્રન્ટ પોલીસે આયશાના પતિ અને આરોપી આરિફ ખાનની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. જે બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા આરોપીના ચારથી પાંચ દિવસના રિમાન્ડ માંગે તેવી શક્યતા છે. પોલીસ આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને પણ તપાસ કરશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31