GSTV
Gujarat Government Advertisement

કોરોનાના કહેર વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર, ઓક્ટોબરના અંત સુધીમાં આવી શકે છે વધું 5 રસી

Last Updated on April 11, 2021 by

દેશમાં કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસની વેક્સિનની અછત હોય તેવી ફરિયાદ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં ભારતને વધુ પાંચ રસી મળી સકે છે. જેને લઈને ઘણા બધાં અંશે વેક્સિનની કમીને પુરી કરી શકાશે.

આ બે રસી હાલમાં છે ચલણમાં

આપને જણાવી દઈએ કે, દેશમાં હાલ કોરોના વાયરસ સામે કોવિશિલ્ડ અને કોવૈક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ બંને રસીનું નિર્માણ ભારતમાં જ થઈ રહ્યુ છે.

વધુ પાંચ રસી ભારતને મળશે

સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ વર્ષની ત્રીજા ત્રિમાસિક સુધીમાં કોરોનાની વધુ પાંચ રસી ભારતમાં તૈયાર થઈ શકે છે. આ પંચ રસીમાં સ્પૂતનિક વી, જોન્સન એન્ડ જોન્સન વૈક્સીન, નોવવૈક્સ વૈક્સીન, ઝાઈડસ કેડિલાની રસી અને ભારત બાયોટેકનું ઈંટ્રાજૈનલ વૈક્સિન શામેલ છે.

કોરોના

દેશમાં 20 જેટલી રસી ટ્રાયલમાં

દેશમાં લગભગ 20 રસી એવી છે જે ક્લિનિકલ અને પ્રી-ક્લિનિકલ ટ્રાયલમાં છે. આ રસીમાં સ્પૂતનિક વી વૈક્સીન પહેલા નંબર પર છે. આશા છે કે, આગામી 10 દિવસમાં તેને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી જશે. રસીના 850 મીલિયન ડોઝના ઉત્પાદન માટે સ્પૂતનિક વીએ દેશની કેટલીય કંપનીઓ સાથે કરાર કર્યા છે.

આ સમયે આવી શકે છે

રસીની ઉત્પલબ્ધતાને લઈને જાણવા મળ્યુ છે કે, સ્પૂતનિકની રસી જૂન સુધીમાં આવવાની આશા છે. તો વળી જોન્સન એન્ડ જોન્સન અને કેડિલા ઝાઈડસ ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ શકે છે. જ્યારે નોવૈક્સ સપ્ટેમ્બર અને ઈંટ્રાજૈનલ વૈક્સિન ઓક્ટોબર સુધીમાં આવી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33