Last Updated on April 11, 2021 by
રાજકોટ આજીડેમ પોલીસે પાંચ માસના માસુમ ધાર્મિકને ઝેરી ટીકડા ખવડાવી હત્યા કરી દફનાવી દેવાના ગુનામાં માતા અને તેના પ્રેમી મુન્નાની ધરપકડ કરી છે. દોઢેક વર્ષ પહેલા આજીડેમ ચોકડી ખાતે રહેતી અમીષાશા ચાવડા હિતેશ પીપળીયાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરી પતિ પત્ની તરીકે રહેતા હતા. આ દરમિયાન તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો. હિતેશ પોતે ડ્રાઇવિંગનું કામ કરતો હોય. જેથી તે અવારનવાર બહારગામ રહેતો હતો.
આ દરમિયાન અમિષાને તેની બાજુમાં રહેતા મુન્ના ડાભી સાથે ઓળખાણ થઈ હતી. મુન્ના ડાભી અવારનવાર તેણીની મદદ કરતો હતો. જેના લીધે બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જો કે અમિષા અને મુન્નાને નડતર પુત્ર ધાર્મિકને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની દફનવિધી કરી દેવાઇ હતી. જો કે ધાર્મિકના પિતા હિતેષને શંકા જતા તેઓએ પોલીસને અરજી કરતા પોલીસે દફન કરેલી લાશ બહાર કાઢીને પીએમ કરાવ્યું હતું અને આ ગુનામાં આરોપી માતા અમિષા અને તેના પ્રેમી મુન્નાની ધરપકડ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31