Last Updated on April 11, 2021 by
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે હવે ભયજનક સ્થિતીનું નિર્માણ થયુ છે. ત્યારે શહેરમાં સિવિલ હોસ્પિટલ સંચાલિત તમામ હોસ્પિટલો ફૂલ થઈ છે. સિવિલના એડિશનલ સુપરીટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ માહિતી આપી હતી.
રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ છે. સિવિલ હોસ્પિટલ સંચાલિત કિડની હોસ્પિટલ, નવી GCRI હોસ્પિટલ પણ ફૂલ થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે નવા દર્દીઓને હવે સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી નવા દર્દીઓને એડમિશન નહીં મળે. હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ ફૂલ થયા છે. ડોક્ટર રાકેશ જોષીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સિવિલમાં 1 કલાકમાં 20 દર્દીઓ આવી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31