GSTV
Gujarat Government Advertisement

સુરત: ગ્રામ્ય વિસ્તારમાં ડબલ ડિજીટે પહોચ્યો કોરોના, નવા 960 દર્દી થયાં દાખલ

કોરોના

Last Updated on April 9, 2021 by

સુરતમાં કોરોના જીવલેણ બનતા ગુરૃવારે સિટીમાં વધુ 14 વ્યકિતના મોત થયા છે.આ સાથે સિટીમાં અજગરી ભરડામાં નવા 723 અને જીલ્લામાં 237 મળી કોરોનાનાં નવા 960 દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ 598 અને ગ્રામ્યમાંથી 79 મળી કુલ 677 દર્દીને રજા અપાઇ હતી. ગ્રામ્યમા પ્રથમવાર કોરોનાઆંક બેવડી સદીને વટાવી ગયો છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત આજે નોંધાયેલા 14 મોતમાં અમરોલીના 52 વર્ષીય વૃદ્ધા, ઉધનાના 55 વર્ષીય પ્રોઢ, લિંબાયતના 65 વર્ષીય વૃદ્ધા, બમરોલીના 79 વર્ષીય વૃદ્ધા, પાંડેસરાના 65 વર્ષીય વૃદ્ધા, વેસુના 45 વર્ષીય આધેડ, મોટા વરાછાની 61 વર્ષની વૃદ્ધા, ઝાંપાબજારના 70 વર્ષીય વૃદ્ધ,અડાજણનો 38 વર્ષીય યુવાન, કતારગામની 47 વર્ષીય મહિલા, પુણાગામના 57 વર્ષીય પ્રોઢ, ઉત્રાણગામના 50 વર્ષીય આધેડ,ઉધનાના 57 વર્ષીય પ્રોઢ અને અડાજણના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. સિટીમાં  નવા 723 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 119, રાંદેરમાં 111 અને કતારગામમાં 86 કેસ છે. સિટીમાં કુલ કેસ 54,837 અને  મૃત્યુઆંક 944 થયો  છે. ગ્રામ્યમાં  કુલ કેસ 16,406 મૃત્યુઆંક 290  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  71,243 અને મૃત્યુઆંક 1234  છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 51,259 અને ગ્રામ્યમાં 14,437 મળીને કુલ આંક  65,696 થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33