Last Updated on April 9, 2021 by
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના ભયજનક હદે ફાટી નીકળેલા રોગચાળાને લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવામાં દર્દીઓને દાખલ થવામાં પડી રહેલી પારાવાર હાલાકીને હળવી કરવા કોર્પોરેશને વધુ ૧૮ હૉસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેજીગ્નેટ કરી છે.
બેડમાં કર્યો વધારો
આ સાથે હાલની સુવિધામાં ૧ હજાર ૨૧૯ બેડનો વધારો થયો છે. આ નવી ૧૮ હૉસ્પિટલોના ૫૦ ટકા બેડ કોરોનાની સારવાર માટે જ રખાશે. હાલ ખાનગી ૧૮ હૉસ્પિટલો વધારાતા કુલ ૧૩૪ હૉસ્પિટલો થતા બેડની સંખ્યા વધીને ૬ હજાર ૩૨૫ની થઈ છે. જો કે, કોર્પોરેશનના ક્વોટાના બેડ માત્ર જીસીએસ અને એસએમએસ હોસ્પિટલોમાં જ રહેશે.
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કેસ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૪૨૭૪ ઉપર પહોંચી ગઈ છે.અમદાવાદમાં ફરી એક વખત ઝડપથી વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ વહીવટી તંત્રે રહી રહીને અલગ અલગ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમો મોકલીને લોકોને માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવી પડી હતી.શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને ૨૯૪૮ ઉપર પહોંચી જતા કોરોના સંક્રમણની કેટલી ઘાતક અસર થઈ રહી છે એ બાબત બહાર આવવા પામી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31