Last Updated on April 8, 2021 by
દેશમાં કોરોના વાયરસથી બચવા માટે વેક્સિનેશનનું મહાઅભિયાન તેજીથી ચાલી રહ્યું છે. વેક્સિનેશનની ત્રીજું ચરણ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ રસી લગાવ્યાના 74 દિવસ બાદ શરૂ થયેલા ત્રીજા ચરણમાં 45 વર્ષની ઉપરના લોકોને રસીકરણ આપવામાં આવી રહ્યું છે. કોરોના વેક્સિનેશનના ત્રીજા ચરણમાં લગભગ 40 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાથે જ વેક્સિનેશનના દરેક ચરણમાં દિવ્યાંગો માટે સરકાર તરફથી ખાસ વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. તેઓને વેક્સિન લેવામાં કોઇ જ મુશ્કેલી ના સર્જાય તે માટે અલગ-અલગ ગાઇડલાઇન રજૂ કરવામાં આવી છે.
રસીકરણના બીજા ચરણમાં સરકારે દિવ્યાંગજનો માટે ખાસ નિર્દેશ જારી કર્યા હતાં. નિર્દેશમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, 60 વર્ષથી ઉપર અને ગંભીર બીમારીના શિકાર (કોમૉરબિટિડી) 45 વર્ષથી વધારે ઉંમરના લોકો રસી લઇ શકે છે. જેમાં એવાં દિવ્યાંગ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે, જેઓ કોઇ ખાસ બીમારીથી પીડિત હોય. દિવ્યાંગ જેવાં કે, ઇન્ટેક્ચુઅલ ડિસેબિલિટીઝ / મસ્ક્યુલર ડિસ્ટ્રોફી / એસિડ એટેકથી શ્વસન તંત્ર પ્રભાવિત / અત્યાધુનિક મદદની જરૂરિયાતવાળા દિવ્યાંગ લોકો / આંધળાપણું અને બહેરાપણું સહિત અલગ-અલગ પ્રકારની વિકલાંગતાનો શિકાર થયેલા લોકો પણ કોરોનાની રસી લઇ શકે છે. આ નિર્દેશ વેક્સિનેશનના ત્રીજા ચરણમાં મૂકવામાં આવ્યો છે.
દિવ્યાંગજનોની માંગ
આ નિર્દેશો અને વેક્સિનેશન અભિયાનની વચ્ચે એક માંગ એ પણ ઉઠી હતી કે, દિવ્યાંગો માટે ઉંમરની કોઇ જ સીમા ના હોવી જોઇએ. દિવ્યાંગજનોને કોમોરબિડિટી સાથે નહીં જોડવાની વાત કરવામાં આવી છે. માંગમાં એ પણ વાત ઉઠી છે કે, મોટા ભાગના દિવ્યાંગ લોકો કોઇને કોઇ બીમારીથી જરૂર પીડાતા હોય છે, એટલાં માટે ઉંમરની સીમાથી પર જઇને તેઓને વેક્સિન આપવાની માંગ ઉઠી છે. એક આંકડામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં કોરોનાથી થનારા મોતમાં ભારતમાં આમ તો દર્દીઓ સૌથી વધારે છે કે જે કોઇને કોઇ રૂપમાં દિવ્યાંગ હોય. એટલે કે દિવ્યાંગ લોકોએ કોરોનાનો માર સૌથી વધારે સહન કરવો પડી રહ્યો છે. સરકારે આ માંગ પર ધ્યાન આપ્યું પરંતુ ઉંમરની સીમા પર હજુ સુધી કોઇ જ નિર્ણય નથી લેવામાં આવ્યો.
હોસ્પિટલોમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે
વેક્સિન લેવા માટે સરકાર તરફથી કેટલીક ખાસ રીતો દર્શાવવામાં આવી છે કે જેના દ્વારા લોકો કોરોના વેક્સિન લઇ શકે છે. જેમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. સરકાર દ્વારા વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે હોસ્પિટલોનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. કોઇ નજીકની હોસ્પિટલમાં જઇને પણ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જેનો કોઇ ચાર્જ પણ નથી.
શું છે ઓનસાઇટ રજિસ્ટ્રેશન ?
દિવ્યાંગ લોકો ઓન સાઇટ રજિસ્ટ્રેશનનો પણ ફાયદો ઉઠાવી શકે છે કે જે લોકો સેલ્ફ રજિસ્ટ્રેશન ના કરી શકે, તેઓની માટે આ આઇડિયા સૌથી બેસ્ટ છે. દિવ્યાંગ લોકો વેક્સિન સેન્ટર પર જશે અને બાદમાં ત્યાંનો મેડિકલ સ્ટાફ તેઓનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તેઓને વેક્સિન આપશે.
વેક્સિન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ?
- આધાર કાર્ડ
- ચૂંટણી ઓળખ પત્ર
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાનકાર્ડ
- એનપીઆર સ્માર્ટ કાર્ડ
- ફોટો
- પેન્શનના ડોક્યુમેન્ટ્સ
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31