Last Updated on April 7, 2021 by
દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે ખાનાખરાબી સર્જી છે. મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના આંકે નવો રેકોર્ડ બનાવી દીધો. પહેલીવાર એક દિવસમાં 1.15 લાખ કેસ બહાર આવ્યા છે. જેમાં 630 લોકોનાં મોત થયા છે. જાન્યુઆરીની તુલનાએ એપ્રિલમાં સંક્રમણ 5 ગણું ઝડપી ફેલાઈ રહ્યું છે. ભારતમાં અત્યારસુધીમાં 12.70 લાખ કેસ નોંધાયા છે. જેમાથી 1.66 લાખ લોકોનાં મોત થયા છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે બસ સંચાલન બંધ કરી દીધું છે. આ બંને રાજ્યોમાં 15મી સુધી આ નિર્ણયનો અમલ કરાશે. મદ્વાસ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે. તામિલનાડુમાં સતત કેસો વધી રહ્યાં છે. સરકારે આ મામલે ઢિલી કામગીરી દાખવતાં કોર્ટે કાન આમળ્યા છે. પંજાબમાં 30 એપ્રિલ સુધી કરફ્યુની જાહેરાત થઈ છે. અહીં રાત 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુંની જાહેરાત થઈ છે.
Madhya Pradesh has temporarily suspended bus operations with Chhattisgarh till 15th April, in view of rising COVID-19 cases: Madhya Pradesh CM Shivraj Singh Chouhan
— ANI (@ANI) April 7, 2021
(file photo) pic.twitter.com/OIoZ0boEY8
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે… તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે.
ભારતમાં કોરોનાની લહેર વાવાઝોડાની ગતિએ આગળ વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક્માં 1 લાખ 15 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જે કોરોના મહામારીની શરૂઆતી દૈનિક નોંધાતા કેસનો સૌથી વધુ આંકડો છે. 24 કલાકમાં દેશમાં 630 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. ગત રવિવારે પણ કોરોના કેસની સંખ્યા એક લાખને પાર થઈ હતી અને આજે ફરી એક લાખને પાર કોરોના કેસ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 27 લાખને પાર થઈ છે. દેશમાં આઠ લાખથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31