GSTV
Gujarat Government Advertisement

BJP ચૂંટણી જીતવાનું મશીન નથી, લોકોના દિલ જીતવાનું અભિયાન : 41મા સ્થાપના દિવસ પર પીએમ મોદીની હૂંકાર

મોદી

Last Updated on April 6, 2021 by

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજેપીના કાર્યકર્તાઓનું સંબોધન કર્યુ. દિલ્હીમાં બીજેપીના મુખ્યાલયમાં આજે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટી મંગળવારે, 6 એપ્રિલના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ભાજપ ફક્ત એક ચૂંટણી જીતવાનું મશીન જ નથી, અમને દરેક સંપ્રદાયનું સમર્થન મળી રહ્યું છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે મંગળવારે એક મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજેપીએ 41 વર્ષ તે વાતના સાક્ષી છે કે સેવા કેવી રીતે કરી શકાય છે, કાર્યકર્તાઓના દમ પર કેવી રીતે પાર્ટી આગળ વધે છે. આજે દેશના દરેક રાજ્ય, જિલ્લામાં પાર્ટી માટે અનેક પેઢીઓએ કામ કર્યુ છે.

પીએમ મોદીએ દિગ્ગજોએ કર્યુ સલામ

પીએમ મોદીએ કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીથી લઇને અટલ બિહારી વાજપેયીએ બીજેપીને રસ્તો દેખાડ્યો, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓએ બીજેપીને આગળ વધારી છે. આપણા ત્યાં વ્યક્તિ કરતા મોટુ દળ અને દળ કરતાં મોટો દેશ છે. એક સમય હતો જ્યારે અટલજીએ એક મતથી સરકાર પડવા લીધી પરંતુ નિયમો સાથે સમાધાન ન કર્યુ.

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં રાજકીય સ્વાર્થ માટે દળ તૂટ્યા છે, પરંતુ બીજેપીમાં ક્યારેય આવુ નથી થયુ. ઇમરજન્સીના સમયે બીજેપીના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા. કોરોના કાળમાં બીજેપીના કાર્યકર્તાઓએ સેવા કરી, કેન્દ્ર  અને રાજ્યની ભાજપવ સરકાર આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારી રહી છે.

છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યાં છીએ લાભ, મહિલાઓ-ખેડૂતો પર ફોકસ: પીએમ

પીએમ મોદીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીના વિચારને લાગુ કરવામાં લાગી છે અને છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે કોઇની પાસેથી કંઇ ઝૂંટવી નથઈ લેતા પરંતુ બીજા વ્યક્તિને તેનો હક અપાવવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે અમારી પાર્ટી નાના ખેડૂતોને લાભ પહોંચાડવામાં લાગી છે, નવા કૃષિ કાયદાથી લઇને અન્ય યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. બીજેપીએ ત્રિપલ તલાકને ખતમ કર્યો, ઘરની રજીસ્ટ્રીમાં મહિલાઓને પ્રાથમિકતા આપી છે.

અહીં કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે બીજેપી હવે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, જે સેવાના રસ્તે ચાલી રહી છે. કોરોના કાળમાં બીજેપીના કાર્યકર્તાઓએ લાખો લોકોની સેવા કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33