GSTV
Gujarat Government Advertisement

પ્રથમ તબક્કાનું મતદાન: બંગાળ અને આસામમાં અત્યાર સુધીમાં થયું આટલા ટકા મતદાન, બંને રાજ્યોમાં જનતાએ વોટિંગ માટે લગાવી લાંબી લાઈનો

Last Updated on March 27, 2021 by

દેશના મહત્વના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. જેમાં રેકોર્ડ વોટિંગની ખબરો આવી રહી છે. આસામમાં જ્યાં પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 24.61 ટકા વોટ પડ્યા છે. તો વળી પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 24.48 ટકા મતદાન થયું છે.

આપને જણાવી દઈએ કે, આસામમાં આજે 47 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કાની 30 સીટો માટે મતદાન ચાલુ છે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કાની મતદાન માટે સવારના સાત વાગ્યાથી લાઈનો લાગી ગઈ છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન મથક પર ફાયરિંગની ઘટના

પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે. મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયુ છે. અહીં પહેલા તબક્કામાં કુલ 30 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. તો આસામમાં 47 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં સાજે 6.30 વાગ્યા સુધી મતદાર મતદાન કરી શકશે. તો આસામમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કામાં પુરૂલિયા, બાંકુરા, પૂર્વ મેદિનીપુર જિલ્લાની બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે.

સવારથી મતદારોની લાંબી લાઈનો લાગી

આસામ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સવારથી મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી છે…આસામની કુલ 126 બેઠકોમાંથી 47 પર પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. જેમાં આસામના વર્તમાન મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ, સ્પીકર હીતેન્દ્રનાથ ગોસ્વામી, રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રીપુન બોરાહ અને અનેક પ્રધાનોનું ભાવી પણ આ પ્રથમ તબક્કામાં નક્કી થઈ જસે…આસામમાં પ્રથમ તબક્કામાં જે 47 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે.. તેમાં ભાજપ, એજીપી ગઠબંધન અને કોંગ્રેસનું વિપક્ષ ગઠબંધન એમ ત્રિપાંખીયો જંગ થવાની શક્યતાઓ છે. આસામમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 47 બેઠકો પર 264 ઉમેદવારો છે..અને તેમાં 23 મહિલાઓ છે તેમનું ભવિષ્ય નક્કી થશે.

મતદારોમાં ખાસ્સો ઉત્સાહ

પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ છે..સવારથી મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે..કોરોનાકાળમાં ચંટણીને લઈને મતદાન મથકો પર કોવિડ 19ના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વધુમાં વધુ મતાદન માટે અપીલ કરી છે. આસામમાં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન છે..અને 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદાવારોના ભાવિનો નિર્ણય કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી