Last Updated on March 23, 2021 by
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે ઉપર ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, પાકિસ્તાન નેશનલ ડે ઉપર પાકિસ્તાનની જનતાને ખુબ શુભકામનાઓ. પીએમ મોદીએ આગળ લખ્યું કે, ભારત પાકિસ્તાન સાથે સદભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તેના માટે પરસ્પર વિશ્વાસ અને આતંકનો ખાત્મો કરવો જરૂરી છે. તેણે લખ્યું છે કે, કોરોના કાળમાં માનવતા માટે ઘણો મુશ્કેલી ભર્યો છે. હું તમને અને પાકિસ્તાનની જનતાને આ પડકાર સામે બહાદુરી દેખાડે તેવી કામના કરૂ છું.
પાકિસ્તાનનું નિવેદન
તો પાકિસ્તાનના એક વરિષ્ઠ રાજદુતએ પાકિસ્તાન દિવસ સમારોહના અવસર ઉપર કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનને સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે તમામ દ્વિપક્ષીય મુદ્દા અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર વાતચીતના માધ્યમથી નિવેડો લાવવો જોઈએ.
ભારત અને પાક.ની વચ્ચે સીઝફાયરને લઈને થયો હતો કરાર
જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની સેનાઓએ સીઝફાયર કરારને લઈને સહમતિ બનાવી હતી. જે હેઠળ બંને દેશો નિયંત્રણ રેખા અને અન્ય ક્ષેત્રોમાં સીઝફાયરના કરારને કડકાઈથી પાલન કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સહમતિ ઉપર પહોંચવા માટે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પાછલા કેટલાક મહિનાથી કામ કરી રહ્યાં છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31