GSTV
Gujarat Government Advertisement

સ્થિતિ વણસી/ કોરોના વધતા મોદીએ રાજ્ય સરકારો પર ઢોળ્યો દોષનો ટોપલો, ગણાવી આ ત્રણ મોટી ખામીઓ

કોરોના

Last Updated on March 17, 2021 by

દેશમાં કોરોનાના વધતાં કેસ પર નિયંત્રણ લાવવા માટે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના મોટાભાગના કોરોના પ્રભાવિત દેશ એવા છે જેમણે કોરોનાની અનેક લહેરોનો સામનો કરવો પડ્યો. આપણા દેશમાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ અચાનકથી ફરી વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.

પીએમ મોદીએ ગણાવી આ 3 ખામીઓ

કેટલાંક ક્ષેત્રોમાં જ ટેસ્ટિંગ અને રસીકરણ ઓછુ શા કારણે થઇ રહ્યું છે?

તે મંથનનો વિષય છે કે આખરે કેટલાંક ક્ષેત્રોમાં જ ટેસ્ટિંગ અને રસીકરણ ઓછુ શા કારણે થઇ રહ્યું છે. આપણે જ્યાં જરૂરી લાગે ત્યાં માઇક્રો કંટેનમેંટ ઝોન બનાવવાના વિકલ્પ પર પણ કામ કરવુ જોઇએ.

કોરોના

આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પર જોર આપવુ પડશે

અનેક રાજ્યોમાં રેપિડ એંટીજન ટેસ્ટિંગ પર જ વધુ ભાર આપવામાં આવી રહ્યો છે અને તે જ ભરોસે ગાડી ચાલી રહી છે, જેમ કે કેરળ, ઓડિશા, છત્તીસગઢ, યુપી. આપણે દેશના તમામ રાજ્યોમાં આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પર જોર આપવુ પડશે.

તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં વેક્સીન વેસ્ટેજ 10 ટકાથી વધુ

આપણે વેક્સીન ડોઝ વ્યર્થ થવાની સમસ્યાને ગંભીરતાથી લેવી જોઇએ. તેલંગાણા, આંધ્ર પ્રદેશમાં વેક્સીન વેસ્ટેજ 10 ટકાથી વધુ છે અને ઉત્તર પ્રદેશમાં પણ વેક્સીન વેસ્ટેજ લગભગ આટલો જ છે. વેક્સીન વેસ્ટેજની રાજ્યોએ સમીક્ષા થવી જોઇએ.

Corona

કોરોનાને નહીં રોકીએ તો આઉટબ્રેકની સ્થિતિ ઉભી થશે

દેશના 70 જિલ્લાઓમાં તો પાછલા અઠવાડિયાઓમાં આ વૃદ્ધિ 150 ટકાથી પણ વધુ છે. જો આપણે આ વધી રહેલી મહામારીને નહીં રોકીએ તો દેશવ્યાપી આઉટબ્રેકની સ્થિતિ ઉભી થઇ શકે છે. આપણે જલ્દી અને નિર્ણાયક પગલા લેવા પડશે.

મમતા, યોગી અને ભૂપેશ બઘેલની બેઠકમાં ગેરહાજરીવીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા થયેલી બેઠકમાં મમતા બેનર્જી સામેલ ન થયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મમતા ઉપરાંત યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ સામેલ ન થયા. યોગી આસામના પ્રવાસે છે. તેના સ્થાને ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે પ્રદેશમાં કોરોનાના તાજેતરના આંકડાઓ રજૂ કર્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33