GSTV
Gujarat Government Advertisement

સ્વતંત્રતાના 75માં વર્ષે આવતી કાલે PM મોદી અમદાવાદમાં, 21 દિવસની દાંડીયાત્રાને કરાવશે ફ્લેગ ઑફ

Last Updated on March 11, 2021 by

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો વડાપ્રધાન મોદી પ્રારંભ કરાવશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. જેમાં 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફ્લેગ ઑફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

દાંડીયાત્રા 12 માર્ચથી 6 એપ્રિલના રોજ નવસારીના દાંડી ગામે પૂર્ણ થશે

21 દિવસની આ દાંડી યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે. આ દાંડીયાત્રા 12 માર્ચથી 5 એપ્રિલના રોજ નવસારીના દાંડી ગામે પૂર્ણ થશે. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 386 કિલોમીટર દાંડીયાત્રાથી આ ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવવાના છે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એની પર જ આ યાત્રા આગળ વધશે.

મોરારજી દેસાઈની સમાધિ ‘અભય ઘાટ’ ખાતે યોજાશે ખાસ કાર્યક્રમ

અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ. વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અભય ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. પીએમ મોદી અભયઘાટ ખાતે ખાસ સંબોધન કરશે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, ગાંધીવાદી વિચારસરણી ધરાવતા લોકો તેમજ આશ્રમના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકાર સાબરમતી આશ્રમ આસપાસના સ્થળને મોટા પાયા ઉપર વિકસાવવા માટેનો પ્રયાસ કરી રહી છે.

આ સાથે જ અમદાવાદના સાબરમતી આશ્રમના નવિનીકરણનો પ્રોજેકટ પણ પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો છે. જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના કરવામાં આવી છે.

શું છે દાંડીયાત્રાનો ઇતિહાસ?

તમને જણાવી દઇએ કે, 12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી અંગ્રેજો દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ચળવળ શરૂ કરી હતી. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી યાત્રા કરી હતી.

ગાંધીજીએ કુલ 8 જિલ્લાનાં 48 ગામોને આવરી લીધાં હતાં

આ યાત્રામાં તેમની સાથે કુલ 80 જેટલા લોકો જોડાયા હતાં. દાંડીયાત્રા સતત 24 દિવસ સુધી ચાલી હતી. 6 એપ્રિલના રોજ દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરાઇ હતી. મીઠા પર લગાવવામાં આવેલા કરને રદ કરવા માટે બનાવવામાં આવેલી યોજનાને પગલે અંગ્રેજોએ તેમની ધરપકડ પણ કરી હતી. 24 દિવસની આ દાંડીયાત્રામાં ગાંધીજીએ કુલ 8 જિલ્લાનાં 48 ગામોને આવરી લીધાં હતાં.

ગુજરાતમાં મહાત્મા ગાંધીજી અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો પૈકી બારડોલી, દાંડી, પોરબંદર, રાજકોટ, વડોદરા અને માંડવીમાં મોટા કાર્યક્રમો તથા જિલ્લા મથકો સહિત અન્ય સ્થળોએ મળીને 75 કાર્યક્રમો એક સાથે યોજાશે. આ બધાં જ સ્થળોએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવશે. આઝાદી માટે શહીદી વહોરનારા દેશપ્રેમીઓનો મંત્ર ‘ડાઇ ફોર ધ નેશન’ હતો. હવે ‘લીવ ફોર ધ નેશન’ ના ધ્યેય સાથે વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ ભાવના બળવત્તર કરવાનો આ પ્રયાસ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33