Last Updated on March 8, 2021 by
આજે સમગ્ર દુનિયામાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે તમામ સેલેબ્સે સ્પેશલ પોસ્ટ શેર કરી છે. એવામાં એકટ્રેસ અનુષ્કા શર્મા અને તેની પુત્રી સાથે તેની એક ખાસ તસ્વીર સામે આવી છે. ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા અને તેની પુત્રીને મહિલા દિવસની ખાસ શુભેચ્છા પાઠવી અને એક ખાસ ફોટો પણ બન્નેની શેર કરી છે.
અનુષ્કાને મળી મહિલા દિવસની શુભેર્ચ્છા
હાલમાં જ અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલીએ અનુષ્કા તથા તેની પુત્રીને મહિલાદિવસની ખાસ અંદાજમાં શુભેરચ્છા પાઠવી છે. વિરાટે બંન્નેની તસ્વીર શેર કરતા કેપ્શન લખ્યુ કે, બાળકને જન્મ આપતા જોવુ એ સામાન્ય વાત નથી. તે કોઈપણ માટે અવિશ્વસનિય અને આશ્ચર્યજનક અનૂભવ બની શકે છે. જયારે તમે તેને જુઓ છો તો તમે મહિલાઓની અસલી તાકાત અને દિવ્યતાને સમજો છો. અને તમે એ સમજી શકો છો કે, ભગવાને તેની અંદર જીવન કેમ બનાવ્યુ છે. એવુ એટલા માટે કારણ કે, તેઓ અમારી તુલનામાં વધારે મજબુત છે.
મારી જીંદગીની સૌથી મજબુત અને સોફટ હાર્ટવાળી મહિલાને મહિલા દિવસની શુભકામના. સાથે તેને પણ અભિનંદન જે પોતાની માંની જેમ બનશે. એને દુનિયાની તમામ અદ્ભૂત મહિલાઓને પણ એક મહિલા દિવસની શુભકામના. વિરાટ કોહલીની આ ખાસ પોસ્ટ ઝડપથી સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ફેંસ ક્રિકેટરની આ પોસ્ટ પર ખાસ કોમેન્ટ કરી રહ્યા છે.
પુત્રીની તસ્વીર અનુષ્કાએ શેર કરી
હાલમાં જ અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી, જેમાં તેણે પુત્રીને ખોળામાં પકડી છે. ફોટોમાં અનુષ્કા અને વિરાટ સમાઈલ કરતા પ્રેમથી પુત્રીને જોઈ રહ્યા છે. સાથે જ એકટ્રેસે પુત્રીના નામનો પણ ખુલાસો કર્યો છે. વિરુષ્કાએ પોતાની લાડકીનું નામ વામિકા રાક્યુ છે. વામિકા માં દુર્ગાનો પર્યાયવાચી નામ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31