GSTV
Gujarat Government Advertisement

સરકારને ઝટકો/ ચૂંટણી પંચનો કેન્દ્રને આદેશ, વેક્સિન સર્ટિફિકેટમાંથી હટાવાય PM નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ

Last Updated on March 6, 2021 by

પાંચ રાજયોમાં થનારી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચારને લઈને સખ્તાઈ વધારી દીધી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયથી જે રાજયોમાં જયાં ચૂંટણી થવાની છે ત્યાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટમાંથી PM મોદીની તસ્વીર હટાવી લેવા કહ્યુ છે.

જણાવી દઈએ કે, કોરોના વેક્સિનેશન બાદ લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ પર PM મોદીની તસ્વીરને લઈને ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયે આદેશ આપ્યો કે, જે રાજયોમાં વિધાનસભાની ચૂંટણી છે તે રાજયોમાં આ તસ્વીરોને હટાવી દે.

TMC સાસંદે કરી હતી ફરીયાદ

ચૂંટણી પંચનો આ આદેશ TMCના સાંસદ ડેરેક ઓબ્રાયનની ફરીયાદ બાદ આવ્યો છે. તેઓએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાથી વેક્સીનેશન સર્ટિફિકેટ પર PM મોદીની તસ્વીર, નામ અને સંદેશને લઈને આપત્તિ જાહેર કરી હતી. તેઓએ કહ્યુ હતું કે, ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ PM મોદી આવી રીતે સરકારી પ્લેટફોર્મ કોવિન એપ દ્વારા ક્રેડિટ લેવા અને પોતાના નામનો પ્રચાર કરવાથી રોક લગાવામાં આવે.

કોંગી

સર્ટીફીકેટ પર સ્વાસ્થ્યકર્મીઓની હોય ફોટો- કોંગ્રેસ

કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીની ફોટોને લઇ કોંગ્રેસ નેતા પ્રતીક સીબ્બલે કહ્યું કે સર્ટિફિકેટ પર કોઈની ફોટો હોવી જોઈએ તો એ છે દેશના ડોક્ટર્સ, સ્વાસ્થ્યકર્મિઓની હોવી જોઈએ. જયારે વેક્સિનેશનની સુવિધા ન હતું એ દરમિયાન પણ આ લોકોએ મહામારીના સંકટ વચ્ચે લોકોની મદદમાં ઉભા રહ્યા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33