Last Updated on March 6, 2021 by
કેવડિયા કોલોની ખાતે નૌ સેના સહિત ત્રણેય પાંખોની કોન્ફરન્સ મળી રહી છે જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા છે. આ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજે શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચશે ત્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ કેવડિયા ખાતે જશે.
ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં મોદીનું સંબોધન : 12મીએ ફરી ગાંધીઆશ્રમ આવશે
કેવડિયા કોલોની ખાતે નૌ સૈના સહિત ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચશે જ્યાં સંબોધન કરશે, ઉપરાંત આગામી તા. 12ના રોજ પણ ફરીથી અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આવનાર છે.
મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા કેવડિયા જશે
નરેન્દ્ર મોદીના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ કેવડિયા કોલોની ખાતે પણ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતના મંત્રીઓ મોદીને આવરવા માટે જવાના હોવાથી અરપોર્ટ આસપાસ ગઇકાલ રાતથી સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31