PM મોદીએ સોમવારે કોરોના વેક્સિનની પહેલો ડોઝ લગાવાયો. દેશમાં 1 માર્ચથી કોરોના વેક્સિનેશનને લઈને બીજા ચરણની શરૂઆત થઈ રહી છે. એવામાં પીએમ મોદીએ સોમવારે સવારે વેક્સિન લગાવી. વેક્સિનને લઈને દેશમાં કેટલીક પ્રકારના નિવેદનબાજી સામે આવી હતી. એટલુ જ નહિ વિપક્ષ તરફથી પણ PM મોદીને વેક્સિન લગાવાની ચેલેન્જ આપવામાં આવી હતી.
સૌથી ખાસ વાતએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જે વેક્સિન લગાવી છે જે ભારત બાયોટેકની કોવેક્સિન છે. દિલ્હીની AIIMSમાં પીએમ મોદીએ કોવેક્સિનનો ડોઝ લીધો છે. આ વેકિસનને ભારત બાયોટેકએ ડેવલપ કર્યો છે. વિપક્ષ દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવા પર સવાલ ઉભા કર્યા હતા. સાથે જ વેક્સિનની ગંભીરતા પર સવાલ ઉભા કર્યા હતા.
એટલું જ નહીં, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે પણ વેક્સિનને લઈને વિવાદ થયો છે. પરંતુ હવે PM મોદીએ ભારત બાયોટેકની જ કો-વેક્સીનના ડોઝ લઈને તમામ પ્રશ્ન ચિંન્હો પર લગામ લગાવી છે.
પ્રથમ PM લગાવે વેક્સીન
કોંગ્રેસ તરફથી કેટલીક વાર એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે, વેક્સીન પ્રત્યે વિશ્વાસ જગાવવા માટે સૌથી પહેલા PM મોદીએ વેક્સીન લગાવી જોઈએ. કોંગ્રેસ નેતા અજીત શર્માએ વેક્સીનેશનની શરૂઆતમાં જ એ નિવેદન આપ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતાઓએ સૌથી પહેલા વેક્સિન લગાવી જોઈએ.
સોમવારથી શરૂ થઈ વેક્સીનેશન 2.0
નોંધનીય છે કે, સોમવારે ભારતમાં વેક્સીનેશન 2.0નો પ્રારંભ થયો છે. જે હેઠળ 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. સાથે જ 45 વર્ષથી વધુ ઉંમરના (20 ગંભીર બીમારીવાળા) લોકોને વેક્સીન અપાશે.
જણાવી દઈએ કે, લગભગ 10 હજાર સરકારી સેંટર્સ પર મફતમાં વેક્સિન મળી રહી છે. જયારે ખાનગી સેંટર્સ પર આ વેક્સીન 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે આપવામાં આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31