Last Updated on February 27, 2021 by
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ પોતાના અનોખા કેરેક્ટરના કારણે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દીલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા જેવા એક્ટર પોતાના અંદાજથી ફેન્સને હસાવતા રહે છે. આ શૉમાં દરેક કેરેક્ટરની પોતાની અલગ ઓળખ છે. પરંતુ દયાબેન એક એવુ કેરેક્ટર છે જે પોતાની ડાયલૉગ ડિલિવરીના કારણે દર્શકોને હસાવવાનો કોઇ મોકો છોડતી નથી. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ફરી આ શૉમાં વાપસી કરશે કે નહીં, તેને લઇને ચર્ચા થઇ રહી છે.
2017થી શૉમાંથી ગાયબ છે દિશા વાકાણી
હકીકતમાં 2017માં મેટરનિટી લીવ માટે દિશાએ શૉમાંથી બ્રેક લીધો હતો. તે બાદથી તે શૉમાં પરત ફરી નથી. ‘હે મા માતાજી’ અને ‘ટપ્પુ કે પાપા’ જેવા ડાયલૉગ અનોખા અંદાજમાં બોલીને દર્શકોનું મનોરંજન કરનારી દિશાને ફેન્સ ઘણી મિસ કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં ઘણીવાર દિશાને રિપ્લેસ કરવાની પણ ખબરો આવી છે. પરંતુ આ ફક્ત અફવા જ નીકળી. મીડિયામાં ઘણીવાર ખબર આવી છે કે મેકર્સ દયાબેનના રોલ માટે અન્ય એક્ટ્રેસની તલાશ કરી રહ્યાં છે.
દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકા નિભાવીને એવો માપદંડ સેટ કર્યો છે કે તેને રિપ્લેસ કરવી કોઇપણ એક્ટ્રેસ માટે મુશ્કેલ બની જાય. જો કે જાણવા મળી રહ્યું છે કે દિશા વાકાણી કદાચ આ શૉમાં પરત નહીં ફરે. તેના બદલે અન્ય કોઇ એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવશે.
આ એક્ટ્રેસ કરવા માગે છે દયા બેનનો રોલ
દયાબેનનું કેરેક્ટર નિભાવી રહેલી દિશા ઘર-ઘરમાં લોકપ્રિય છે અને તેના સ્થાને કોઇ અન્ય એક્ટ્રેસને જોવી કદાચ જ દર્શકોને પસંદ આવશે. મીડિયામાં એવી ખબરો આવી હતી કે દિશા વાકાણીએ પોતાના દયાબેનના રોલમાં વાપસી માટે શૉના મેકર્સ સાથે વાટાઘાટો કરી હતી પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યુ ન હતું.
દયાબેનની જેમ જ ડાયલૉગ બોલવા દરેક એક્ટ્રેસનું કામ નથી. આ રોલમાં ફિટ થવુ પણ સરળ નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે નાગિન 4 એક્ટ્રેસ રાખી વિજાન દયાબેનનો રોલ કરવા માગે છે.
એક ઇન્ટરવ્યુમાં રાખી વિજાને સ્વીકાર્યુ કે, કોઇપણ દયાબેન ન બની શકે, કારણ કે તે આઇકોનિક છે. પરંતુ મને તક આપવી જોઇએ. હું દયાબેનનું પાત્ર ભજવવા માગુ છુ. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે દયાબેન માટે રાખીને સાઇન કરવામાં આવી છે કે નહીં. પરંતુ તે તો ચોક્કસપણે કહી શકાય કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં દર્શકો દિશા વાકાણીને ખૂબ જ મિસ કરી રહ્યાં છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31