GSTV
Gujarat Government Advertisement

કોરોનાના અજગરી ભરડામાં વિશ્વ: એક જ દિવસમાં 61,602 વ્યક્તિ સંક્રમિત, આ દેશમાં બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી

કોરોના

Last Updated on March 1, 2021 by

દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે તેમજ 24 કકાલમાં કોરોનાના નવાં 61,602 નવાં કોરોના દર્દીઓ નોંધાયા છે. કોરોનાનાની આ અકળ પરિસ્થિતિના કારણે અત્યારે બ્રિટન અને અમેરિકા રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે.

કોરોના

બ્રાઝિલમાં કોરોના બેકાબૂ : 24 કલાકમાં 1386 દર્દીના મૃત્યુ

આજે વિશ્વભરના કેસોનો આંક 11,45,45,709 થયો છે. કોરોનાએ હજુ પણ સમગ્ર વિશ્વને અજગર ભરડામાં રાખ્યું છે. એક સમયે બ્રાઝિલ કોરોનામુક્ત થવાના આરે હતો પરંતુ અત્યારે બ્રાઝિલમાં કોરોનાની બીજી લહેરે ભયાનક પરિસ્થિતિ સર્જી છે.

કોરોના

અમેરિકા-બ્રિટનમાં રસીકરણ પૂરજોશમાં

તો બીજી તરફ આજે વિશ્વમાં કોરોના કેસોનો આંક 1,45,45,709 પર પહોચ્યો છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ જ્હોનસન એન્ડ જ્હોનસનની કોવિડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકામાં આ ત્રીજી વેક્સિન છે, જેનો ઉપયોગ કોરોનાને અટકાવવા માટે થઇ રહ્યો છે.

બ્રિટનમાં પણ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે ત્યાંનો શાહી પરિવાર પણ અપીલ રહી રહ્યો છે. કોરોનાના ખતરાને મંદ કરી શકાય તે હેતુથી અત્યારે અમેરિકા અને બ્રિટન રસીકરણ પૂરજોશમાં કરી રહ્યા છે અને વધુને વધુ લોકોને રસી આપી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના સૌથી મોટાં શહેર ઓકલેન્ડમાં ફરીતી સાત દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો

Big News: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુલતવી રખાઇ

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી