GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટિપ્સ/ માથામાં સતત દુખાવો થાય છે તો આ યોગાસનો શરૂ કરો, જાણી લો કયા કરવાથી થશે સૌથી વધારે ફાયદો

Last Updated on March 1, 2021 by

તણાવની સમસ્યાથી પરેશાન લોકોને મોટા ભાગે માથાનો દુખાવો બની રહે છે. એવામાં દવા ખાવાની જગ્યાએ તમે પ્રાકૃતિક રીતે માથાના દુખાવાની સમસ્યાને ખત્મ કરી શકો છો.. યોગ પ્રાકૃતિક રીત છે જેનાથી માથાના દુખાવાને કોઇ સાઇડ ઈફેક્ટને અસરકારક રીતે ઠીક કરી શકાય છે. યોગથી ડોક, પીઠ અને માથાની માંસપેશિઓને આરામ મળે છે અને સર્ક્યુલેશન વધે છે જેનાથી માથાનો દુખાવો તો ઓછો થાય જ છે, આ સાથે જ ધીમે-ધીમે તણાવ પણ ઓછો થવા લાગે છે. જાણો, કયા યોગાસન કરવાથી તણાવ દરમિયાન થતા માથાના દુખાવાથી છૂટકારો મળી શકે છે.

શશાંકાસન (બાળકોનું આસન)

  • ઘુંટણને વાળીને ફર્શ પર બેસી જાઓ.
  • એક આરામદાયક પરિસ્થિતિમાં પોતાની એડી પર બેસી જાઓ અને નીચે વળો.
  • આગળ પોતાના હાથ ફેલાઓ અને માથું જમીન પર સ્પર્શે તેવો પ્રયાસ કરો.
  • આ આસનમાં 2 મિનિટ સુધી રહો ત્યારબાદ ધીમે-ધીમે પહેલા જેવી અવસ્થામાં આવી જાઓ.

ફાયદા :-

  • ધડ અને માથાના સપોર્ટની સાથે આ આસન કરવા પર ડોક અને પીઠના દુખાવાથી રાહત મળે છે.
  • મસ્તિષ્કને શાંત અને પીડાથી મુક્તિ મળે છે.
  • થાક અને તણાવથી છૂટકારો અપાવે છે.

સેતુબંધાસન

  • પોતાની પીઠના બળે સીધા સૂઇ જાઓ અને પોતાના ઘુંટણને એવી રીતે ઉઠાવો જેનાથી તમારા પગ જમીન પર રહે.
  • હાથ પર વજન નાંખીને ધીમે-ધીમે કમરથી નીચેનો ભાગ ઉપર ઉઠાઓ. તમારું માથુ અને ખભો આ દરમિયાન જમીન પર રહે.
  • આ આસનમાં 1 મિનિટ સુધી રહો અને ત્યારબાદ ધીમે-ધીમે પહેલા જેવી અવસ્થામાં આવી જાઓ.

ફાયદા :

  • મગજ પર આરામદાયક અસર નાંખે છે અને ડિપ્રેશન તથા સ્ટ્રેસને ઘટાડે છે.
  • કરોડરજ્જૂ, ડોક અને છાતીને સ્ટ્રેચ કરે છે.
  • થાકથી તુરંત છૂટકારો મળે છે.

પાદહસ્તાસન

  • સીધા ઉભા થઇ જાઓ.
  • ઊંડો શ્વાસ લો અને પોતાના હાથને પોતાના માથા ઉપર ઉઠાઓ.
  • શ્વાસ છોડો અને કમરથી પોતાના પગ તરફ નીચે વળો.
  • પોતાના હાથથી ફર્શને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
  • 30 સેકેન્ડ માટે આ પરિસ્થિતિમાં રહો અને ધીમેથી પહેલા જેવી અવસ્થામાં આઓ.

ફાયદા :-

  • કરોડરજ્જૂના હાડકાં મજબૂત થાય છે અને ફ્લેક્સિબલિટી વધે છે.
  • મગજમાં બ્લડ શુગર વધે છે.
  • પીઠમાં માંસપેશી મજબૂત થાય છે.

શવાસન

  • પીઠ બળે જમીન પર સૂઇ જાઓ.
  • ધીમેથી પોતના પગને ફેલાઓ, હથેળીઓને પોતાના શરીર પાસે આરમથી રહેવા દો.
  • શરીરને આરામ આપો.
  • 2 થી 3 મિનિટ સુધી આ આસનમાં રહો.

ફાયદા :-

  1. થાક અને ચિંતાને ઘટાડે છે.
  2. તણાવ ઘટાડે છે અને મનને શાંત કરે છે.
  3. બ્લડ પ્રેશર ઓછુ કરે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30