Last Updated on February 24, 2021 by
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રમતગમત મંત્રી કિરન રિજિજુ પણ હાજર રહ્યાં હતાં. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યારે સ્ટેડિયમના અનાવરણની તકતી પરથી પડદો ઉઠાવ્યો હતો ત્યારે સ્ટેડિયમના નામે સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. કારણ કે અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઇ ગયું છે.
LIVE:BhumiPujan of Sardar Vallabhbhai Patel Sports Enclave & Inauguration of World’s Largest Cricket Stadium by Hon’ble President of India Shri Ram Nath Kovind @rashtrapatibhvn @ADevvrat @AmitShah @KirenRijiju @Nitinbhai_Patel @JayShah @DhanrajNathwani https://t.co/XffpWR3meQ
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 24, 2021
નોંધનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થવા જઈ રહી છે જેને લઈને અમદાવાદીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી. ગ્રાઉન્ડ પર રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યાં હતાં. ગ્રાઉન્ડ પર રાષ્ટ્રપતિએ ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
લોકોને પહેલી વાર આ નવનિર્મિત સ્ટેડિયમ જોવાનો મોકો મળ્યો છે. ત્યારે આ પ્રસંગે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. ગુજરાતના સ્ટાર પ્લેયર્સને આ પ્રસંગે આવકારમાં આવ્યા હતાં. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવી પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ પણ 20 માર્ચે અહીં જ રમાશે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોવા દર્શકોનો અનેરો ઉત્સાહ
ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થતી ટેસ્ટ મેચ જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે. જ્યાં તેઓ મેચ જોવા માટે તલપાપડ થઇ રહ્યાં છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી પણ ક્રિકેટ લવર્સ મેચ જોવા અમદાવાદ આવ્યા છે. ખાસ કરીને લોકોમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ આખરે કેવું બન્યું છે તે જોવાની તાલાવેલી વધારે જોવા મળી રહી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31