GSTV
Gujarat Government Advertisement

વિશ્વ ચકલી દિવસ / નાનપણમાં આંગણામાં રમતા ચકીબેન ક્યાં ખોવાયા! આ છે કારણો

Last Updated on March 20, 2021 by

આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીઓ સદીઓથી માણસ જાત સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં આવનાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્‍યે જ જોવા મળતું પક્ષી છે. ત્યારે જાણીએ ચકલી વિશે કેટલીક રસપ્રદ વાતો.

ચકલી

નાનપણમાં જ્યા આપણે ઘરના આંગણામાં રમત રમતાં ત્યારે સૌથી વધારે જે પક્ષીની માયા આપણને સૌથી વધારે હતી તે છે ચકલી,, 20મી માર્ચ એટલે કે આપણી વ્હાલી નાનકડી ચકલીનો ખાસ દિવસ. જેને વિશ્વભરના લોકો સાથે મળીને ઉજવે છે. હલકા કત્થાઇ રંગની ચકલી મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. પણ તેની ચાંચ ખૂબ જ મજબૂત હોય છે. આથી તે અનાજનાં દાણા તો ક્યારેક નાના જંતુઓ પણ ખાય છે. હંમેશા પ્રસન્નચિત્ત રહેતી ચકલી આપણી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લીત રાખે છે.

ચકલીમાં નર ખૂબ જ આક્રામક હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતા પણ જોવા મળે જોવા મળે છે. ચકલા જગડવામાં મશગુલ હોય છે ત્‍યારે સહેલાઇથી પકડી શકાય છે. આથી તેઓ ઝડપથી બિલાડીઓ તથા શિકારી પક્ષીનો ભોગ બનતા હોય છે. ચકલી નાના કાણાઓ અને ઘરમાં પોતાના માળા બનાવે છે. અને જો તેમનો માળો દુર કરવામાં આવે તો ફરી વધારે જોશથી બનાવે છે અને માળો બનાવવા માટે વધારે દ્રઢ નિશ્ચયી હોય છે.

નાનકડી ચકલી વિશ્વમા અનેક જગ્યાઓએ જોવા મળે છે અને હવે આ ચકલી જંગલમાંથી ટ્વિટર પર પહોંચી ગઇ છે. તેમ છતાં આ પક્ષીની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે. ત્યારે ક્યા ક્યા કારણો છે જેના કારણે ચકલીની સંખ્યા ઘટી રહી છે. નજર કરીએ આ કારણો પર

ચકલી વિશ્વભરમાં જુદા જુદા રંગરૂપમાં જોવા મળે છે અને તે આપણા ઘરમાં નિર્ભીકતાથી ફરતી જોવા મળે છે. આથી તે હાઉસ સ્પેરો તરીકે ઓળખાય છે. પરંતુ વિશ્વભરમાં ચકલીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ત્યારે નજર કરીએ એ કારણો પર જેના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

ધરાશાઇ થતાં વૃક્ષો

વધતા શહેરીકરણ અને ઉંચી ઇમારતોના કારણે આ નાનકડા પક્ષીને પોતાનો માળો બનાવી શકતા નથી અને તેઓની વસ્તી સતત ઘટતી જોવા મળે છે.

મકાનોમાં ઘટતા પોલાણો

આપણે કોંક્રિટના જગલોમાં મોટા મોટા મકાનોતો બનાવીએ છીએ પણ આ નાનકડા પક્ષીઓ રહી શકે તેવી છાજલીઓ તે છત આપણા ઘરમાં જોવા મળતી નથી. જેના કારણે આ પક્ષી શહેરથી દૂર થતું જાય છે.

કોંક્રીટનો વધારે પડતો ઉપયોગ

ચકલીઓ પાણી અને ઘૂળ બંનેમાં આળોટવાની ટેવ ધરાવે છે. શહેરોમાં તેને આ મુક્તતા મળતી નથી.

સેલફોનના ટાવર

ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો અને કિરણોત્સર્ગ મોબાઇલ ટાવર મનુષ્યો માટે તો હાનિકારક છે જે સાથે જ તે ચકલીઓ માટે પણ નુકસાનકારક છે. આ તરંગો ચકલીઓ રોગ પ્રતિકારક શક્તિ અને નર્સ સિસ્ટમને ખુબ જ નુકસાન કરે છે.

મૂળ છોડની ગેરહાજરી

શહેરોમાં ઘાસ ,નાના છોડ, મહેંદી જેવી વેલ સહિતની વનસ્પતિ ઓછી જોવા મળે છે. જેના કારણે ચકલીઓને પોતાનો માળો બનાવા માટેના તાંતણા મળતા નથી.

આધુનિક અનાજ સંગ્રહ પદ્ધતિ

પહેલાના સમયમાં અનાજના દાણાઓ પક્ષીને મળી રહેતા. જો કે મોલ સિસ્ટમના કારણે પક્ષીઓને દાણા મળી રહેતા નથી. આથી ચકલીઓ શહેરોથી દૂર થતી જાય છે.

વધુ પડતો ખાતરનો ઉપયોગ

વધુ ઉત્પાદન મેળવવા માટે મોટા પાયે ખાતરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. જેના કારણે ચકલીઓના ખોરાક સમા જીવાતો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.. આથી કેટલીયે ચકલીઓ ભૂખથી તરફડતી જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33