GSTV
Gujarat Government Advertisement

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થતા ચકીબેનને બચાવવા રાજ્યભરમાં થઇ રહ્યા છે અનોખા પ્રયોગો

Last Updated on March 20, 2021 by

આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવવા ચકલીનો માળો બાંધવો જોઈએ તથા પાણીના કુંડ જરૂરથી મૂકવા જોઈએ. જો તેમ નહી થાય તો આવનારા સમયમાં ચકલી જેવુ પક્ષી તમને નરી આંખે કયાંય જોવા નહીં મળે ફક્ત તે તસવીરમાં જ જોવા મળશે. ત્યારે આજે રાજ્યના કેટલાંક શહેરોમાં ચકલીઓને બચાવવા માટે પક્ષી પ્રેમીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા.

ડાકોરના પક્ષીપ્રેમીનો અનોખો ચકલી પ્રેમ

ડાકોરના ઇન્દિરાનગરી આવાસમાં રહેતાં અને ચકલી પ્રેમી સનીભાઈ પક્ષી પ્રેમી છે,  તેમનું કહેવુ છે કે પહેલા નાના હતા ત્યારે ઘરના સભ્યો ચકી અને ચકાની  વાર્તા કહેતા હતા. સનીભાઈ ત્રણ વર્ષથી ચકલીઓને પોતાના બાળકોની જેમ સાચવે છે. તેમની પાસે દુર્લભ પ્રજાતિઓની 10 ચકલીઓ છે. વધારે પ્રદૂષણ, જંગલો છીનવાઈ જવાને લીધે ચકલીઓ હવે લુપ્ત થવાના આરે છે. આપણાં સૌનાં સહિયારા પ્રયાસોથી ચકલીઓને બચાવી શકાશે .

ચકલીઓના માળા બચાવવાનો પ્રેરણારૂપ દાખલો

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના યુવકનો અનોખો ચકલી પ્રેમ જોવા મળ્યો. ચકલીઓ બચાવવા યુવકે પોતાના ઘરનું રીનોવેશન કરાવવાનું ટાળ્યું. યુવાન છેલ્લા 5 વર્ષોથી પોતાના ઘરે ચકલીઓ બચાવવા અભિયાન ચલાવી રહ્યો છે.દરરોજ સવાર સાંજ ચકલીઓને દાણા નાખી જતન કરે છે. ચકલીઓના માળા તૂટી ના જાય તે માટે પોતાનું જૂનું લાકડાવાડું મકાન રીનોવેશન કરાવ્યું નથી. ચકલીઓ પ્રત્યેનો હિદાયતભાઈનો પ્રેમ અન્યો માટે પ્રેરણારૂપ છે.સમગ્ર વિશ્વમાં વધતાં જતાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને લીધે દિન પ્રતિદિન ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

જંબુસરના પક્ષીપ્રેમીની ચકલી સાથેની આત્મિયતા

ભરૂચના જંબુસર તાલુકાના ટંકારી બંદરના વિનોદભાઇએ પણ ચકલી સાથે આત્મિયતા કેળવી હતી. તેમના નિવાસ સ્થાને ચકલીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચકલીઓના રહેઠાણ માટે થર્મોકોલના બોક્સ બનાવ્યા છે. સાથો સાથ ચકલીઓના  પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની વ્યસ્પક્ષીપ્રેમી દ્વારા ચકલીઓને બચાવવા પુરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે વધેલા પ્રદૂષણ અને જંગલોના વિનાશની જંબુસર પંથકમાં દેશી ચકલીઓની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થતાં પક્ષીવિદ્દો ચિંતાતુર બન્યા છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33