GSTV
Gujarat Government Advertisement

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Last Updated on February 27, 2021 by

અમદાવાદની એક સગીરાના ફોટો સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલે તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. સગીરાનાં ફોટા અપલોડ કરી કોલગર્લ બતાવીને બદનામ કરનાર મહિલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, ‘આરોપી મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે મિત્રતા હતી. મહિલા અને સગીરાનાં પિતા વચ્ચે ઝઘડો થયો હોવાથી આરોપીએ ગુસ્સામાં આવી આ રીતે લખાણ લખી સ્ટેટ્સમાં મૂક્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

શહેરમાં રહેતી સગીરાનો ફોટો ફેસબુક સ્ટોરીમાં મૂકી કોલગર્લ દર્શાવી “rate 2500 call me” જેવું બિભત્સ લખાણ લખીને આ સગીરાને સમાજમાં બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જેથી સગીરાની માતાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈડી અંગે તપાસ કરી ટેકનીકલ ડેટા મેળવી આરોપીને પકડવા માટે મોબાઈલનું લોકેશન મેળવ્યું હતું. જે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં બતાવતું હતું.

પોલીસે ગોતા વિસ્તારમાં પહોંચીને સગીરાને બદનામ કરવાની કોશિશ કરનાર 32 વર્ષીય રાધા સિંગને ઝડપી લીધી હતી. પૂછપરછ કરતા રાધા સિંગે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલાં દિલ્હીથી અમદાવાદ આવી હતી. તે વખતે સગીરાનાં પિતા સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. બાદમાં બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાધા સિંગે તેને શબક શીખવાડવા માટે આ લખાણ લખી અને સ્ક્રીનશોટ પણ ફરિયાદીને મોકલ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જો કે પિતાએ એક સ્ત્રી સાથે કરેલી મિત્રતાનું માઠું પરિણામ એક નાની સગીરાને ભોગવવું પડતા સમાજ માટે આ લાલબત્તી સમાન કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33