GSTV
Gujarat Government Advertisement

ભારતીય ક્રિકેટરો પર કોરોનાની માર! આ મહિલા ક્રિકેટર પોઝિટિવ, સચિન સહીત બીજા ચાર ખેલાડીઓ પણ સંક્રમિત

ક્રિકેટર

Last Updated on March 30, 2021 by

ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર કોરોનાથી સંક્રમિત થઇ ગઈ છે, હરમનપ્રીતે કોવિડ-19ના લક્ષણો દેખાયા પછી પોતાની રિપોર્ટ કરાવી જે પોઝિટિવ આવી છે. 32 વર્ષીય મહિલા ક્રિકેટર હાલમાં જ દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાનો ભાગ છે. પરંતુ પાંચમી મેચમાં ઘાયલ થયા પછી તેઓ ટી-20 રમી ન શકી.

પોતાના ઘરમાં જ ક્વોરેન્ટાઇન થઇ

એક સૂત્ર અનુસાર હરમનને 4 દિવસથી તાવ હતો અને તે કોરોનાના હળવા લક્ષણો અનુભવી રહી હતી. જે બાદ તેણે સોમવારે કોરોનાની તપાસ કરાવી અને આજે મંગળવારે તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે, તે હાલ સ્વસ્થ છે અને ઘરમાં જ પોતાને ક્વોરન્ટાઈન કર્યો છે. સૂત્રો અનુસાર દક્ષિણ આફ્રિકા સામે સીરીઝમાં તેની સતત તપાસ થઈ રહી હતી અને ત્યારે તે સ્વસ્થ હતી. એવામાં બની શકે છે કે, તેને બહારથી આ સંક્રમણ ફેલાયુ હોય.

આ ખેલાડીઓને પણ કોરોના

જણાવી દઈએ કે, હરમનપ્રીત ઉપરાંત કેટલાક પુરૂષ ક્રિકેટર પણ કોરોના સંક્રમિત મળ્યા હતા. તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદૂલકર, ઈરફાન પઠાણ, યૂસૂફ પઠાણ અને એસ બદ્રીનાથનું નામ પણ સામેલ છે. આ તમામે હાલમાં ખતમ થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લીધો હતો અને ઈન્ડિયા લીજેન્ડ્સ તરફથી મુકાબલો રમ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33