GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ: સોસાયટીઓમાંથી પસાર થતો હાઈટેન્શન લાઈનનો વાયર ધડાકાભેર તૂટ્યા, લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

Last Updated on March 14, 2021 by

અમદાવાદના સુભાષબ્રીજ વિસ્તારમાં આવેલી પાર્થ એપાર્ટમેન્ટ નામની સોસાયટીમાં વહેલી સવારે 4 વાગે મોટો ધડાકો થતા રહીશો ફફડી ઉઠયા હતા, પરંતુ ક્યા શું થયું ખબર ન પડતા પાછા સુઈ ગયા અને પાછો વહેલી સવારે 7 વાગ્યે મોટો ધડાકો થતા રહીશો ફફડાટ સાથે ઘરની બહાર નિકળી જોયું તો સોસાયટીમાંથી પસાર થતી GEB 66 કે.વી ની હાઇટેન્શન લાઇનનો વાયર ધડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.


અમદાવાદમાં વીજળીના હાઇટેન્શન લાઇનોને સરકાર અન્ડરગ્રાઉન્ડ કરી રહ્યા છે, ત્યારે આ એક માત્ર ઇફકો, ભાડજ(ગોદરેજ)66કેવીની ડબલ સર્કિટ લાઇન આગળથી અન્ડરગ્રાઉન્ડ કરેલ અને માત્ર RTO સર્કલ થી સાબરમતી સુધી 4 પોલ(થાંભલા) જે સોસાયટી ઓમાંથી પસાર થાય છે, તેમાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

આ વીજળીની લાઇન લગભગ 35/40 વર્ષો જૂની સોસાયટીઓમાંથી પસાર થાય છે, જેથી સોસાયટીઓના વિકાસના કાર્યો અને ખખડધજ ભયજનક હાલત ધરાવતી સોસાયટીના હજારો લોકોના મકાનો માટે રીડેવલોપમેન્ટ માટે કોઈ બિલ્ડરો તરફથી આ હાઇટેનશનના કારણે બીડ પણ મળતી નથી.

ઉપરોક્ત વીજળીની હાઇટેનશન લાઇન અંગે આ વિસ્તારના ધારાસભ્ય/મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાહેબને વિસ્તારના નાગરિકો તેમજ સર્વે સોસાયટીઓના ચેરમેન /સેક્રેટરીઓ એ આ ભયજનક લાઇન અંગે જણાવેલ તેમજ તેને અન્ડરગ્રાઉન્ડ કરવા માટે વિનંતી કરેલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33